નાગાલેન્ડમાં ઉગ્રવાદીઓના હુમલામાં 2 જવાન શહીદ, 6 જવાન ઇજાગ્રસ્ત

નાગાલેન્ડમાં મોન જિલ્લામાં શંકાસ્પદ નાગા વિદ્રોહીએ 40મી આસામ રાઇફલ્સની એક ટુકડી પર આત્મઘાતી હુમલો કર્યો છે. જેમાં બે જવાન શહીદ થયા અને ચાર અન્ય જવાન ઘાયલ થયા છે. આ દૂર્ઘટના જિલ્લા મુખ્યાલયથી અંદાજે 35 કિલોમીટર દૂર ભારત-મ્યાંમાર સરદ પાસેના અબોઇમાં રવિવારે બપોરે અંદાજે 3 કલાકે થયો હતો. આ હુમલાની જવાબદારી NSCN-K સંગઠને સ્વીકારી છે.

આસામ રાઇફલ્સના મહાનિરીક્ષકના પીઆરઓના જણાવ્યા અનુસાર ભારત-મ્યાંમાર સરહદ પાસે સુરક્ષા દળની ટુકડી પર સંતાઇને બેસેલા સશસ્ત્ર હુમલાખોરોએ સમયે ફાયરિંગ શરૂ કરી જ્યારે જવાન પીવાના પાણી માટે એકઠા થયા હતા. આ હુમલામાં હવાલદાર ફતેહસિંહ નેગી અને સિપાહી હુંગંગા કોનાયકનું ઘટનાસ્થળે મૃત્યું થયું.

વિદ્રોહીઓએ કરેલા ફાયરિંગમાં ચાર અન્ય જવાન ઘાયલ થયા હતા. જેમને સેનાના હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. જેમને આસામના જોરહાટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. આ હુમલા બાદ જવાનોએ જવાબી કાર્યવાહી કરી હતી.

નાગા વિદ્રોહીઓએ રાજ્યમાં આ બીજી વખત સુરક્ષાદળ પર આ રીતે સુનિયોજીત હુમલો કર્યો છે. આ અગાઉ 2015માં ખપલાંગ ગુટને મોન જિલ્લામાં ચાંગલાંગૂસની પાસે વિદ્રોહીઓ 23મી આસામ રાઇફલ્સની ટુકડી પર હુમલો કર્યો હતો. જેમાં 8 જવાન શહીદ થયા હતા અને 6 ઘાયલ થયા હતા.

You might also like