હત્યા બાદ પોલીસ પુત્ર પોલીસ સ્ટેશનમાં વેકેશન મનાવતા હોય તેવો માહોલ

અમદાવાદ : આંબેડકર બ્રિજ પરથી 3 નવેમ્બરે મિત્રને નદીમાં ફેંકી દેવાની ઘટનામાં પાલડી પોલીસે રાહુલનાં હત્યા કેસમાં ધવલ પરમાર, ભાર્ગવ પરમાર, રાજન અને મલ્હાર નામનાં ચાર યુવકોની ધરપકડ કરી હતી. પોલીસે 4 નવેમ્બરે ચારેયની ધરપકડ કરી હતી. જો કે તેમની ધરપકડ ન થઇ હોય અને તેઓ વેકેશન મનાવવા માટે પોલીસ સ્ટેશનમાં ગયા હોય તેવી તસ્વીરો વાઇરલ થઇ હતી.

રાજનના પિતા દિનેશ મણિનગર પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ છે. આ સમગ્ર મુદ્દે ડીસીપીએ તપાસનાં આદેશ આપ્યા છે. એન. ડીવિઝનનાં એસીપી કલ્પેશ ચાવડાને તપાસ સોંપાઇ છે. જો કેવાઇરલ થયેલી તસ્વીરમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, ચારેય આરોપીઓ હત્યાનાં આરોપમાં નહી પરંતુ પોલીસ સ્ટેશનમાં વેકેશન મનાવવા ગયા હોય તે રીતે સેલ્ફીઓ પાડતા જોઇ શકાય છે.

પોલીસ સ્ટેશનમાં મસ્તી કરતા તેમની તસ્વીરો વાઇરલ થઇ છે. તમામ આરોપીઓનાં ચહેરા પર મિત્રની હત્યા, ધરપકડ જેવી કોઇ બાબતની અસર દેખાતી નથી. ઉપરાંત પોલીસ પુત્ર હોવાનાં કારણે જાણે તેને પણ સ્પેશ્યલ ટ્રીટમેન્ટ મળી હોવાનું જણાય છે. જેનાં કારણે પોલીસની કાર્યવાહી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

You might also like