કેપિટલ ફર્સ્ટનાં સંસ્થાપકે 20 કરોડની કરી વહેંચણી, બન્યાં લખપતિ

ન્યૂ દિલ્હીઃ દિવાળી પર દરેકને કંઇક ને કંઇક ગિફ્ટ મળવાની આતુરતા રહેતી હોય છે અને જો ભેટ રોકડ હોય તો તેનું તો શું કહેવું. કેપિટલ ફર્સ્ટનાં સંસ્થાપક અને ચેરમેન વૈદ્યનાથન વેંબુએ પોતાનાં સહયોગીઓ, પર્સનલ સ્ટાફ અને નજીકનાં સંબંધીઓને 20 કરોડ રૂપિયાની કિંમતનાં શેર દિવાળી ગિફ્ટનાં રૂપમાં આપ્યાં છે. તેઓએ 4.29 લાખ શેર ગિફ્ટ કર્યા છે.

વૈદ્યનાથન વેંબૂની આ ઉદારતાનાં તહેવાર સાથે કોઇ જ લેવા દેવા નથી પરંતુ તે પોતાની કંપનીનાં વિકાસમાં યોગદાન આપનારા કેટલાંક પસંદ કરાયેલા લોકોને પ્રોત્સાહન સ્વરૂપે આ કામ કરી રહેલ છે. આ પગલું એવા સમયે ઉઠાવવામાં આવ્યું છે કે જ્યાં આ નાણાંકીય સેવા કંપનીનું મર્જર આઇડીએફસી બેંકની સાથે થવા જઇ રહેલ છે.

કંપનીએ પોતાનાં એક નિવેદનમાં કહ્યું કે, કંપનીનાં વિકાસમાં યોગદાન આપનારા લોકો પ્રત્યે પોતાનો આભાર વ્યક્ત કરવા માટે વૈદ્યનાથને કેટલાંક સહયોગીઓને પોતાનાં વ્યક્તિગત શેરોમાંથી કેટલાંક શેર આપવાની ઇચ્છા દર્શાવાઇ છે.

ડ્રાઇવર અને નોકરાની બન્યા લખપતિઃ
સ્ટોક એક્સચેન્જ બીએસઇને આપવામાં આવેલી જાણકારી અનુસાર, વૈદ્યનાથને કંપનીમાં પોતાની ખાનગી ભાગીદારીથી કેપિટલ ફર્સ્ટનાં 26 કર્મચારીઓને આ શેર આપ્યાં છે. આમાં 3 કંપનીનાં પૂર્વ કર્મચારી છે. આ સિવાય 10 સંબંધી અને 5 તેઓનાં ખાનગી સ્ટાફ લોકો પણ ભેટ મેળવનારાઓમાં શામેલ છે.

ખાનગી સ્ટાફમાં ડ્રાઇવર અને ઘરમાં કામ કરવાવાળી નોકરાનીને 6500-6500 શેર આપ્યાં છે. જો કેપિટલ ફર્સ્ટનાં એક શેરની કિંમત 478.60 રૂપિયા છે અને આ હિસાબથી ડ્રાઇવર અને નોકરાનીને 31-31 લાખ રૂપિયાની ગિફ્ટ મળી છે.

3 પૂર્વ કર્મચારીને પણ અપાઇ ગિફ્ટઃ
વૈદ્યનાથને 11-11 હજાર શેર વૈદ્યનાથનનાં 23 સહયોગીઓ અને 3 પૂર્વ કર્મચારીઓને આપ્યાં છે. તેઓનાં ભાઇ સત્યમૂર્થી વેંબૂને 26,000 શેર અને અન્ય ભાઇ કૃષ્ણામૂર્થીને 13,000 શેર ગિફ્ટમાં મળ્યાં. આ સિવાય 71,500 લાખ શેર વૈદ્યનાથનનાં નજીકનાં પરિવારનાં 8 સભ્યો અને સંબંધીઓને આપવામાં આવશે.

You might also like