અલ્પસંખ્યક શબ્દની વ્યાખ્યા ફરી નક્કી કરોઃ ગિરિરાજસિંહ

મુંબઈ: કેન્દ્રીય પ્રધાન અને ભાજપના નેતા ગિરિરાજસિંહને અલ્પસંખ્યક શબ્દને ફરી વખત પરિભાષિત કરવાની માગણી કરી છે. કેટલાયે ગામો અને જિલ્લાઅો અને તાલુકાઅોમાં એક સમુદાય વિશેષના લોકોની સંખ્યા ૭૦ ટકા સુધી હોવા છતાં પણ તેમની ગણતરી અલ્પસંખ્યકમાં થઈ રહી છે.  ગિરિરાજે મુંબઈમાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે હવે સમય અાવી ગયો છે કે અલ્પસંખ્યક શબ્દનો અર્થ જનસંખ્યાને ધ્યાનમાં રાખતાં ફરી વખત પરિભાષિત કરવાની જરૂર છે. ભારતને અાઝાદ થયે ૬૮ વર્ષ વીતી ગયાં અને હવે કોઈ વિશેષ સમુદાયને અલ્પસંખ્યક કહેવા માટે માપદંડ નક્કી કરવા જોઈઅે. કેટલાંયે અેવાં ગામ, ખંડ અને જિલ્લા છે જ્યાં ૭૦ ટકા અાબાદી એક િવશેષ સમુદાયની છે છતાં પણ તેને અલ્પસંખ્યક વર્ગનો દરજ્જો મળેલો છે. તેમણે કહ્યું કે ચારે બાજુ વિકાસ ત્યારે જ હાંસલ કરી શકાશે જ્યારે વસ્તી નિયંત્રણમાં હોય.

અમેરિકા જાપાન અને ચીને પ્રગતિ ઇચ્છી તેથી તેઅો મેળવી શક્યા. કારણ કે તેમણે પોતાના ત્યાં વસ્તી પર નિયંત્રણ કર્યું. ગિરિરાજના જણાવ્યા મુજબ સરકાર મોટા મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ બનાવે છે પરંતુ જનસંખ્યા વિસ્ફોટના કારણે તેમનો ઉદ્દેશ્ય અને તેમને મળતા લાભ ઝીરો થઈ જાય છે. વસ્તીને કાબૂમાં કર્યા વગર અસલી વિકાસ ન થઈ શકે.

You might also like