મોડલ પત્ની સાથે એક વર્ષમાં જ તૂટ્યા રેસરના લગ્ન, ૩૪૩ કરોડનો છે માલિક

બ્રિટન: ફોર્મૂલા વન રેસર જેનસન બટન અને તેની મોડલ પત્ની જેસિકા મિશિબાતાના લગ્ન એક વર્ષની અંદર જ તૂટી ગયા છે. બટનના પ્રવકતાએ કહ્યું, ‘બટન અને જેસિકાએ અલગ થવાનો નિર્ણય લીધો છે, બન્ને પોતાની સહમતીથી આમ કરી રહ્યાં છે.’ જો કે બટનની ૩૪૩ કરોડ ૯ લાખ રૃપિયા (૫૨ મીલિયન ડોલર)ની સંપતિનો નિર્ણય નથી થયો.

* લગ્ન બાદથી જ બન્ને પોતાની પ્રોફેશનલ લાઇફમાં વ્યસ્ત રહ્યાં અને સાથે નથી રહી શકયા

* વ્યસ્ત કાર્યક્રમને કારણે જ બટન અને જેસિકાએ આ નિર્ણય લીધો હતો

* ૩૧ વર્ષની જેસિકા ટીવી અભિનેત્રી અને મોડલ છે. તે પોતાના કામને કારણે વધુ સમય ટોકિયોમાં વિતાવે છે. ત્યાં, ૩૫ વર્ષના બટન રેસિંગને કારણે ફ્રાંસમાં રહે છે.

* બટન પૂર્વ એફવન ચેમ્પિયન છે, જયારે જેસિકા મોડલ છે

* ગત વર્ષે બન્ને ઓકટોબરમાંઅમેરિકન ગ્રાંપીમાં સાથે જોવા મળ્યા હતા

* ઇંગ્લેન્ડના બટન અને આજર્િેન્ટનાની જેસિકાએ ગત વર્ષે ડિસેમ્બરમાં અમેરિકાના હવાઇમાં લગ્ન કર્યા હતા

* આ વિશે આ કપલે ન્યૂ યરની ઇવ પર ટ્વીટર દ્વારા જાણકારી આપી હતી

* લગ્ન પહેલા બન્નેએ આશરે પાંચ વર્ષ સુધી ડેટિંગ કરી હતી.

You might also like