પંજાબને કાશ્મીર અને ગુજરાતને ભડકે બળતુ અટકાવનાર કેપીએસ ગિલનું નિધન

નવી દિલ્હી : પંજાબનાં પુર્વ પોલીસ ચીફ અને પંજાબમાંથી આતંકવાદનો ખાત્મો બોલાવનાર કેપીએસ ગિલનું 82 વર્ષની વયે નિધન થયું છે. કેપીએસ ગિલે ભારતની હોકી ફેડરેશનનાં ચીફ તરીકેની પણ જવાબદારી નિભાવી હતી. બીમારેનાં કારણે ગિલને ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં બપોરે 2.30 વાગ્યે તેમનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી ડાયાલિસિસ પર હતા.

ડોક્ટર્સનાં જણાવ્યા અનુસારે ગીલની બંન્ને કિડની ફેલ થઇ ગઇ હતી. તેઓની બિમારી અંતિમ સ્ટેજમાં હતી. તેનાં હૃદયની સારવાર પણ ચાલી રહી હતી. 1988થી 1990 સુધી પંજાબ પોલીસનાં વડાની ભુમિકા નિભાવ્યા બાદ 1991માં ફરી પંજાબનાં ડીજીપી તરીકે નિયુક્ત થયા હતા. દરમિયાન શિખ કટ્ટરવાદ અને ખાલિસ્તાન આંદોલન સમર્થકો સક્રિય હતા.

પંજાબમાં અલગતાવાદી આંદોલનને કચડવામાં કેપીએલ ગીલનો મોટા ભાગનો શ્રેય તેમને જાય છે. ત્યાર બાદ 2000થી 2004 દરમિયાન શ્રીલંકાએ લિબરેશન ટાઇગર્સ ઓફ તમિલ ઇલમની વિરુદ્ધ રણનીતિ બનાવવા માટે પણ ગિલની મદ લેવાઇ હતી. 2002નાં ગુજરાત તોફાનો દરમિયાન પણ સુરક્ષા સલાહકારની જવાબદારી ગિલને સોંપવામાં આવી હતી. 2006માં તેમને છત્તીસગઢ નકસલવાદ પર અંકુશ લાવવા તેમની સલાહકાર તરીકે નિયુક્ત કરાઇ હતી. ગિલ પર વારંવાર માનવાધીકાર હનનાં આરોપ લાગ્યા હતા. ગિલનાં વહીવટી સેવામાં સેવાને ધ્યાને લઇને 1989માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

You might also like