પૂર્વ કેન્દ્રીય મંત્રીએ રાહુલ ગાંધીને ચપ્પલ પહેરાવતા વિવાદ

પોંડીચેરી : પુર પીડિત પોંડીચેરીની મુલાકાતે ગયેલા રાહુલ ગાંધીએ જ્યારે રાહત અને બચાવ કાર્યમાં સુધારો કરવાની વાત કરી હતી તો કદાચ તેની સાથે રહેલા કેન્દ્રીય મંત્રી જ તે વાત સારી પેઠે સમજી શક્યા નહોતા. કોંગ્રેસી નેતા અને પુર્વ કેન્દ્રીય મંત્રી નારાયણસામી પોતાના જ ઉપાધ્યક્ષની વાત સમજી શક્યા નહોતા. એક વીડિયોમાં હાથમાં ચપ્પલ લઇને રાહુલ ગાંધીને પગમાં પહેરાવતા જોવા મળ્યા હતા. રાહુલ જે પુર પ્રભાવિત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા ત્યાં પાણી ભરાયેલું હતું. તેમાં ચાલવા માટે જ્યારે રાહુલે પોતાનાં બુટ ઉતાર્યા તો પોતાનાં ઉપાધ્યક્ષનાં પગની ચિંતામાં 68 વર્ષનાં પુર્વ રાજ્યમંત્રી નારાયણસામીએ પોતાનાં ચપ્પલ ઉતારીને તેને પહેરાવ્યા હતા.
નારાયણસામી મનમોહન સરકારનાં સમયે રાજ્યમંત્રી હતા. વીડિયોમાં તે 45 વર્ષનાં રાહુલની સામે નમીને ચપ્પલ મુકતા જોઇ શકાય છે. રાહુલે પણ કોઇ પણ પ્રકારની શરમ કે સંકોચ વગર પીરસાયેલા ચપ્પલ પહેરી લીધા હતા. આ અંગે મીડિયામાં સમાચાર આવ્યા બાદ નારાયણ સામીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે તેમણે માત્ર રાહુલને પોતાનાં ચપ્પલ આપ્યા હતા.
નારાયણસામીએ કોંગ્રેસમાં કોઇ પણ પ્રકારનાં ચાપલુસીનાં રિવાજનો પણ ઇન્કાર કર્યો હતો. તેમણે કહ્યું કે મે શિષ્ટાચારનાં કારણે રાહુલને પોતાનાં ચપ્પલ આપ્યા કારણ કે તેણે પાણીમાં ઉઘાડા પગે ચાલવા માટે પોતાનાં ચપ્પલ ઉતારી દીધા હતા. રાહુલ બુટ પોતાનાં હાથમાં લઇને જ ચાલ્યા હતા. તેણે પોતાનાં બુટ સુરક્ષાકર્મીઓને પણ પકડવા નહોતા આપ્યા. જો કે ચપ્પલ બાબતે રાહુલ બાબા થાપ ખાઇ ગયા હતા.

You might also like