સાબરમતીના પૂર્વ ધારાસભ્ય ડો. જીતુ પટેલને 10 લાખની ખંડણી માટે ધમકી

અમદાવાદ: સાબરમતીના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા ડો. જીતુભાઈ પટેલ પાસે રૂ. ૧૦ લાખની ખંડણી માગવામાં આવી હોવાની ફરિયાદ નારણપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. અંડરવર્લ્ડ ડોન અલી બુદેશના નામે વોટ્સએપ પર મેસેજ કરી ત્રણ દિવસમાં પૈસાની વ્યવસ્થા કરવા જણાવ્યું.

પૈસાની વ્યવસ્થા નહીં કરે તો પરિવારના એક-એક સભ્યની હત્યા કરવાની ધમકી આપી હતી. નારણપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી. નારણપુરા ચાર રસ્તા પાસે આવેલી પથિક સોસાયટીમાં રહેતા પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા ડો. જીતુભાઈ પટેલ ૩૦ જૂનના રોજ મોડી રાતે તેઓ ઘરે સૂતા હતા ત્યારે તેમના મોબાઈલ ફોનમાં વોટ્સએપ પર મેસેજ આવ્યો હતો. મેસેજ આવ્યાના થોડા સમય બાદ વોટ્સએપ કોલ આવ્યો હતો, જે તરત જ કપાઈ ગયો હતો.

વિદેશના નંબર પરથી વોટ્સએપ મેસેજ આવેલો હતો, જેમાં ‘હમ આપકે સાથ લંબે ગપશપ બનાને કે લિયે યહાં નહીં હૈ, ક્યા તુમ મુજે જાનતે હો?, મૈં હૂં અલી બુદેશ. અગર આપ ઔર આપકે પરિવાર કી સુરક્ષા ચાહતે હો તો તીન દિનોં કે ભીતર દસ લાખ કી વ્યવસ્થા કરે.

મુજે પતા હૈ કી આપ પૈસે કી વ્યવસ્થા નહીં કરેંગે જબ તક આપ કે પરિવાર સે એક મૃતશરીર નહીં દેખતે. આપકો વાદા કરતે હૈ કી તીન દિનોં કે ઉત્તીર્ણ હોને કે બાદ હમ આપકા વિશ્વાસ પાને કે લિયે એક-એક કરકે હત્યા કરના શરૂ કર દેંગે. આપ કે પાસ કેવલ તીન દિન હૈ.

મેરા વ્યકિત આપકે કરીબ હૈ. સમય બરબાદ મત કરો” તેવું લખ્યું હતું. ડો. જીતુ પટેલે આ મેસેજને જોઈ તાત્કાલિક નારણપુરા પોલીસ સ્ટેશનમાં ધમકી અંગેની અરજી આપી હતી. એક મહિના બાદ ઉલ્લેખનીય છે કે ગત મે મહિનાના અંતમાં ઉત્તરપ્રદેશમાં ભાજપના છ ધારાસભ્ય સહિત આઠ નેતાઓને એક જ નંબરથી વોટ્સએપ મેસેજ કરીને ૧૦ લાખ રૂપિયાની ખંડણી માગવામાં આવી હતી.

You might also like