યુપીમાં રાજીવ ગાંધીની પ્રતિમાનું માથુ ઉડાવી દેતા ચકચાર

લખનઉ : ઉત્તરપ્રદેશમાં મિર્જાપુર રેલ્વે સ્ટેશ પાસે આવેલ વિકાસ કોલોની પાર્કમાં લાગેલ પુર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પ્રતિમાને કેટલાક અસામાજીક તત્વોએ તોડી દીધી હતી. પ્રતિમાનું તુટેલું માથુ નજીકનાં નાળામાંથી મળી આવ્યું હતું. જે પોલીસે બહાર કાઢ્યું હતું. યૂપી કોંગ્રેસ અધ્યક્ષ રાજ બબ્બરે ઘટના અંગે કહ્યું કે મિર્ઝાપુરમાં થયેલી ઘટનાથી કોંગ્રેસનાં કાર્યકર્તાઓનું લોહી ઉકળી ઉઠ્યું છે. તેણે કહ્યું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સ્વયં શનિવારે મિર્ઝાપુરમાં હતા.

બીજી તરફ પોલીસ અધિક્ષક મિર્ઝાપુર આશીષ તિવારીએ કહ્યું કે અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ આ મુદ્દે તપાસ કરી રહી છે. તેમણે જણાવ્યું કે સવારે પાર્કમાં ઘણા બધા લોકો ફરવા માટે આવે છે. પાર્કમાં લાગેલા ટ્યુબવેલ પર દિવસની શિફ્ટનાં કર્મચારીઓ આવ્યા બાદ ઘટના અંગે માહિતી મળી હતી.

રાજ બબ્બે જણાવ્યું કે રાજીવ ગાંધીએ યુવાનોને મત્તનો અધિકાર આપ્યો, મહિલાઓને અનામત્તનો અધિકાર આપ્યો.તે વ્યક્તિનું અપમાન દેશનું અપમાન છે. કોંગ્રેસ પાર્ટી દેશનાં અને પ્રદેશમાં તેનો ભારે વિરોધ કરશે. કોંગ્રેસનાં પુર્વ ધારાસભ્ય લલિતેશપતિ ત્રિપાઠીએ જણાવ્યું કે, પાર્કમાં જ નગરપાલિકાનું ટ્યુબવેલ છે. જો કે પાર્કમાં કોઇ સિક્યુરિટી ગાર્ડ નથી, જો કે ટ્યુબવેલ પર એક વ્યકિત હોય છે. જો કે તે શનિવારે ડ્યુટી પર નહોતો.

You might also like