પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહનસિંહ ૨૭મીએ ગુજરાત અાવશે

અમદાવાદ: દેશના પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહનસિંહ અાગામી તા. ૨૭ ફેબ્રુઅારીના રોજ ગુજરાતની મુલાકાતે અાવનાર છે. એક દિવસની ટૂંકી મુલાકાતમાં તેઅો પ્રથમ ગાંધીનગર ખાતે કોલેજના નવનિર્મિત બિલ્ડિંગનું લોકાર્પણ કરશે. ત્યાર બાદ બપોરે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિતના નેતાઅોને મળશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાના ટ્રસ્ટ સંચાલિત સમર્પણ કોલેજના નવા બિલ્ડિંગનું લોકાર્પણ અાગામી તા. ૨૭ ફેબ્રુઅારીના રોજ યોજાશે, જેના અંતર્ગત પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહનસિંહ એક દિવસના ગુજરાત પ્રવાસે અાવનાર છે. તેઅો સવારે ગાંધીનગર ખાતે સમર્પણ કોલેજના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કરશે. ત્યાર બાદ તેઅો પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય, અમદાવાદ અાવશે, જ્યાં તેઅો બપોરે બે કલાકે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા સહિતના પ્રદેશના નેતાઅોને મળીને દેશની સાંપ્રત રાજકીય પરિસ્થિતિ અંગે માર્ગદર્શન અાપશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

You might also like