પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનું લાંબી સારવાર બાદ નિધન

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનું લાંબી સારવાર બાદ નિધન થયું છે. વાજપેયીની AIIMSમાં સારવાર ચાલી રહી હતી. છેલ્લા 24 કલાકથી તબિયતમાં કોઇ સુધારો  થતો નહોતો. ઉલ્લેખનીય છેકે વાજપેયી 11મી જૂનથી સારવાર લઈ રહ્યા હતા. તેમની કિડનીમાં ઈન્ફેક્શનની અસર થઈ હતી.

ભાજપના વરિષ્ઠ નેતાઓ એમ્સમાં હાજર છે. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ, લાલકૃષ્ણ અડવાણી એમ્સ હોસ્પિટલમાં હાજર છે. વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ પણ એમ્સ હોસ્પિટલમાં હાજર છે.  લાંબા સમયથી એઇમ્સ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયની તબિયત નાજુક હતી. વાજપેયીના સગા સંબંધીઓને પણ બોલાવાયા છે.

બુધવારે એઇમ્સના નિદેશકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વાજપેયીની તબિયત અંગે જાણકારી આપી હતી. અટલ બિહારી વાજપેયીની તબિયત બુધવારથી નાજુક બતાવામાં આવી રહી હતી.

You might also like