પૂર્વ PM વાજપેયીનું મેડિકલ બુલેટિન જાહેર, થોડાંક દિવસોમાં અપાશે રજાઃ AIIMS

ન્યૂ દિલ્હીઃ છેલ્લાં કેટલાંય દિવસોથી એઇમ્સ હોસ્પિટલમાં દાખલ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને આવનારા કેટલાંક દિવસોમાં હોસ્પિટલમાંથી છુટ્ટી મળી શકે છે. બુધવારનાં રોજ તેઓની તપાસ કરાયા બાદ તેઓનું મેડિકલ બુલેટિન જાહેર કરવામાં આવ્યું.

રિપોર્ટનાં જણાવ્યા અનુસાર વાજપેયીનાં દરેક રિપોર્ટ સામાન્ય છે. આ સાથે જ ઇન્ફેક્શન કંટ્રોલમાં પણ છે તેમજ બ્લડ પ્રેશર પણ સામાન્ય છે. તેઓને આવતા કેટલાંક દિવસોમાં હોસ્પિટલમાંથી છુટ્ટી પણ મળી શકે છે.

તમને જણાવી દઇએ કે કેટલાંક મેડિકલ ટેસ્ટ બાદ પણ ડૉક્ટરોએ તેઓને આઇસીયૂમાંથી સામાન્ય વોર્ડમાં પણ શિફ્ટ કરી દીધેલ છે. ડૉક્ટરોનું જો માનીએ તો પૂર્વ પીએમ પ્રતિક્રિયાઓ કરી રહેલ છે.

તેઓને હાલમાં માત્ર ઇંજેક્શનનાં આધારે જ એન્ટીબાયોટિક્સ દવાઓનો ડૉઝ આપવામાં આવી રહેલ છે. ડૉક્ટરોનું એવું કહેવું છે કે જે સારવાર એમને આપવામાં આવી રહેલ છે તેની અસર દર્દીઓમાં પણ જોવા મળી રહેલ છે.

સોમવારનાં રોજ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપેયીનાં સ્વાસ્થ્યને લઇને એમ્સ તરફથી દિવસભરમાં ત્રણ વાર મેડિકલ રિપોર્ટ રજૂ કરવામાં આવેલ છે. પહેલા તો એઇમ્સનાં ડૉક્ટરોનું કહેવું એવું હતું કે પૂર્વ પ્રધાનમંત્રીને રૂટીન ચેકઅપ માટે એઇમ્સમાં લાવવામાં આવેલ છે.

પરંતુ મોડી સાંજ સુધી જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીથી લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પહોંચવાનું શરૂ થયું ત્યારે એમ્સ તરફથી કિડની ડાયાલિસિસ અને યૂરિનમાં સંક્રમણની પુષ્ટિ કરી દેવામાં આવી હતી.

મહત્વનું છે કે પૂર્વ પીએમ વાજપેયીનાં સ્વાસ્થ્યને લઇને પૂરા દેશભરમાં લોકોએ અનેક દુઆઓ પણ કરી છે. એઇમ્સની બહાર પણ ભાજપનાં યુવા મોરચા તરફથી હવન કરવામાં આવ્યો હતો તેમજ તેઓની સલામતી માટે મોરચાનાં કોષાધ્યક્ષ પંકજ જૈને પણ ભગવાનને પ્રાર્થના કરી હતી.

You might also like