ભારત – ચીનને એક બીજાની વિરુદ્ધ ભડકાવીને નેપાળ તબાહી નોતરી રહ્યું છે

કાઠમાંડૂ : નેપાળનાં પૂર્વ વડાપ્રધાન બાબૂરામ ભટ્ટારાઇનું કહેવું છે કે ભારત અને ચીનની વચ્ચે કોઇ પ્રકારનાં છદ્મ યુદ્ધ નથી ચાલી રહ્યું. પરંતુ નેપાળની વર્તમાન સરકાર બંન્ન દેશોને એક બીજાની વિરુદ્ધ ભડકાવી રહી છે અને તેવું કરીને તે પોતાની જ તબાહીને આમંત્રણ આપી રહી છે. આ સાથે જ તેમણે વર્તમાન વડાપ્રધાન કેપી શર્મા ઓલી પર પણ શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેનાં પર વિકાસ નહી કરવા અને લોકોનું ધ્યાન ભટકાવવાનો આોપ છે.

ભટ્ટારાઇએ નેપાળની સરકાર પર ભારત અને ચીનને એક બીજાની વિરુદ્ધ ભડકાવવાનો આરોપ લગતાવતા કહ્યું કે હું જોઇ શકું છું કે ભારત અને ચીનની વચ્ચે કોઇ પ્રકારનું છદ્મ યુદ્ધ નથી. નિશ્ચિત રીતે બંન્ને દેશોની વચ્ચે કેટલાક મતભેદો છે પરંતુ તેમની વચ્ચે સહયોગ પણ છે. તેમણે આગળ કહ્યું કે ભારત અને ચીન વચ્ચે સહયોગ અને પ્રતિસ્પર્ધા બંન્ને છે. માટે આપણું રાષ્ટ્રીય હિત તેમાં જ છે કે આપણે પાડોશીઓની પ્રતિસ્પર્ધાથી આપણી જાતને દુર જ રાખીએ. તેમની વચ્ચે જે મુદ્દે સહયોગ છે તેનો મહત્તમ ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરીએ.

ભટ્ટરાઇએ કહ્યું કે દુર્ભાગ્યવશ ગત્ત કેટલાક સમયથી જે લોકો સત્તામાં છે તે ખુબ જ બિનજવાબદાર રીતે કામ કરી રહ્યા છે. તે સરકારની નિષ્ફળતાઓ અને ભૂકંપ બાદ પુનનિર્માણનાં કાર્યોમાં અસફળ રહેવા અંગે લોકોનું ધ્યાન ભટકાવવા માટે બિલ્કુલ ઉગ્ર રાષ્ટ્રવાદીઓ અને બીજા દેશોનાં લોકો પ્રત્યે નાપસંદગી દેખાડવાનાં પ્રયાસો કરી રહ્યા છે. હાલનાં કેટલાક સમયથી ભારત અને ચીન બંન્નેને ઘસડવામાં આવી રહ્યા છે. જે ખુબ જ ચોંકાવનારૂ છે.

You might also like