૮૬ પત્નીના પતિ અને ૧૭૦ બાળકોના પિતાનું ૯૩ વર્ષની ઉંમરે અવસાન

કુલ: ૮૬ પત્ની ધરાવતા નાઇજિરિયાના એક પુરુષનું ૯૩ વર્ષની વયે મોત થયું છે. મુહમ્મદુ બેલો માસાબાનું તેમના ઘરમાં મોત થયું ત્યારે તેમનો આખો પરિવાર હાજર હતો.  ધાર્મિક કાયદાનું જાણી જોઇને ઉલ્લંઘન કરીને ૮૬ સ્ત્રીઓ સાથે પરણવા બદલ ર૦૦૮માં સેન્ટ્રલ નાઇજિરિયાના નાઇજેર સ્ટેટની રાજધાની મિન્નાની શરિયા કોર્ટે તેમને ગુનેગાર ઠરાવ્યા હતા. ઇસ્લામિક કોર્ટે તેમની ૮ર પત્નીને છૂટાછેડા આપવાનો આદેશ પણ તેમને એક વખત આપ્યો હતો. ઇસ્લામ અનુસાર તેમને મહત્તમ ચાર પત્ની કરવાની છૂટ હતી, પણ બાબાના હુલામણા નામે ઓળખાતા માસાબાએ એમ કરવાનો ઇન્કાર કર્યો હતો. અને જણાવ્યું હતું કે મે કોઇ ધાર્મિક સિદ્ધાંતનું ઉલ્લંઘન કર્યું નથી.

પ્રારંભમાં તેમને અટકાયતમાં લેવામાં આવ્યા ત્યારે તેમની ૮૬ પત્નીઓ અને તેમનાં કુલ ૧૭૦ પૈકીનાં ર૦ સંતાનોએ નાઇજેર સ્ટેટના ન્યાય મંત્રાલય સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. બાબા પોતે કોઇ દવા લેતા નહોતા અને દવા ન લેવાની સલાહ પણ લોકોને આપતા હતા. આજીવન દવા લીધા વિના જ તેઓ જીવ્યા હતા. તેમનો પરિવાર અખંડ છે. તેઓ મૃત્યુ પામ્યા ત્યારે તેમની ૮૬ પત્નીઓ હાજર હતી.
http://sambhaavnews.com/

You might also like