મિસ તુર્કી રહી ચૂકેલી મોડલને ૧૪ મહિનાની જેલ

ઇસ્તંબૂલ: તુર્કીના પ્રેસિડેન્ટ રચેપ તૈયપ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર વાંધાજનક કોમેન્ટ કરવા મુદ્દે અહીંની એક કોર્ટે પૂર્વ મિસ તુર્કી મર્વ બુયુક સારાકને ૧૪ મહિનાની જેલની સજા સંભળાવી છે. કોર્ટે હાલમાં સજાને સસ્પેન્ડ રાખી છે. મર્વઅે ૨૦૦૬માં મિસ તુર્કીનો ખિતાબ મેળવ્યો હતો.

ઇસ્તંબુલની કોર્ટે પૂર્વ મિસ તુર્કી મર્વને પોતાના ઇન્સ્ટ્રાગામ એકાઉન્ટ પર પ્રેસિડેન્ટ અેર્દોઅાનને જાહેરમાં મજાકને પાત્ર બનાવવાના ગુનામાં દોષી ઠેરવી છે. કોર્ટે મર્વને ૧૪ મહિનાની જેલની સજા સંભળાવી પરંતુ પોતાના જ અા ફેંસલાને અેમ કહીને સસ્પેન્ડ કરી દીધો કે દોષી મર્વ હવે અાગામી પાંચ વર્ષ સુધી અા પ્રકારનો ગુનો ફરી નહીં કરે.

૨૦૧૪માં મર્વને અા મુદ્દે જેલમાં રહેવું પડ્યું હતું પરંતુ બાદમાં તે જામીન પર છૂટી હતી. ત્યારથી કોર્ટમાં અા કેસ ચાલી રહ્યો છે. પ્રેસિડેન્ટના સમર્થકોઅે તે સમયે મર્વ વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું અને કાર્યવાહીની માગણી કરી હતી. મર્વઅે જ્યારે ૨૦૧૪માં એક કવિતા ઇન્સ્ટ્રાગામ પર પોસ્ટ કરી હતી ત્યારે એર્દોઅાન તુર્કીના પીએમ હતા. પીએમ રહ્યા બાદ તેઅો ૨૦૧૪માં પ્રમુખ તરીકે પસંદગી પામ્યા.

You might also like