કોલસા કૌભાંડઃ ઝારખંડના પૂર્વ સીએમ મધુ કોડાને ત્રણ વર્ષ જેલઃ રપ લાખનો દંડ

નવી દિલ્હી: દિલ્હીની પટિયાલા હાઉસ ખાતેની સીબીઆઇની સ્પેશિયલ કોર્ટે ઝારખંડના પૂર્વ મુખ્ય પ્રધાન મધુ કોડા સહિત તમામ દોષિતોને આજે સજાનું એલાન કર્યું હતું. ભ્રષ્ટાચાર અટકાયત ધારા હેઠળ ઝારખંડના પૂર્વ મુખ્ય પ્રધાન મધુ કોડાને ત્રણ વર્ષની સજા જાહેર કરી છે. તેમજ તેમને રૂ.રપ લાખનો દંડ પણ ફટકાર્યો છે.

આ ઉપરાંત કોલસા વિભાગના પૂર્વ સચિવ એચ.સી.ગુપ્તાને ત્રણ વર્ષની જેેલની સજા અને રૂ.એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. કોલકાતાની કંપની વિની આયર્ન એન્ડ સ્ટીલ ઉદ્યોગ લિ.ને રૂ.પ૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

બે દિવસ અગાઉ કોલસા કૌભાંડમાં ઝારખંડના પૂર્વ મુખ્ય પ્રધાન મધુ કોડા સહિત ચાર લોકોને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કોલસા વિભાગના પૂર્વ સચિવ એચ.સી. ગુપ્તા, ઝારખંડના પૂર્વ મુખ્ય સચિવ અશોક બસુ અને એક અન્ય અધિકારીને પણ અપરાધી જાહેર કરવામાં આવ્યા છે.

આ અગાઉ સીબીઆઇના સ્પેશિયલ જજે ઝારખંડના પૂર્વ મુખ્યપ્રધાન મધુ કોડા સહિત ચાર આરોપીઓને સાજિશ અને ગુનાઇત કાવતરું રચવા માટે દોષિત જાહેર કર્યા હતા. મધુ કોડા ઉપરાંત એચ.સી. ગુપ્તા અને કોલકાતાની કંપની વિની આયર્ન એન્ડ સ્ટીલ ઉદ્યોગ લિ. ઉપરાંત ઝારખંડના પૂર્વ મુખ્ય સચિવ એ.કે. બસુ, વસંતકુમાર ભટ્ટાચાર્ય, બિપીન બિહારી સિંહ, વિની આયર્ન એન્ડ સ્ટીલ ઉદ્યોગ લિ.ના ડાયરેકટર વૈભવ તુલશ્યાન, મધુ કોડાના નિકટના સહયોગી વિજય જોશી અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નવીનકુમાર તુલશ્યાન પણ આ કેસના મુખ્ય આરોપી હતા.

આ મામલો ઝારખંડમાં રાજહરા નોર્થ કોલ બ્લોક, કોલકાતાની વીની આયર્ન એન્ડ સ્ટીલ ઉદ્યોગ લિ. (વીઆઇએસયુએલ)ને ફાળવણી કરવામાં કહેવાતા ગેરરીતિઓ સંબંંધિત હતો. આરોપીઓ પર આરોપ છે કે તેમણે ઝારખંડમાં વીઆઇએસયુએલને ફાળવણી કરવામાં નિયમોેનું પાલન કરવામાં આવ્યું નથી.

કેસની સુનાવણી દરમિયાન સીબીઆઇએ રજૂઆત કરી હતી કે કંપનીએ ૮ જાન્યુઆરી, ર૦૧૭ના રોજ રાજહરા નોર્થ કોલ બ્લોકની ફાળવણી માટે અરજી કરી હતી. સીબીઆઇએ એવો આરોપ મૂકયો હતો કે ઝારખંડ સરકાર અને સ્ટીલ મંત્રાલયે વીની આયર્ન એન્ડ સ્ટીલ ઉદ્યોગ લિ.ને કોલ બ્લોક ફાળવવાની મંજૂરી આપી નહોતી, પરંતુ સ્કીનિંગ કમિટીએ ભલામણ કરી દીધી હતી. પટિયાલા હાઉસ કોર્ટ દોષિતો સામે કલમ ૧ર૦-બી (ગુનાઇત કાવતરું), ૪ર૦ (છેતરપિંડી) અને ૪૦૯ (સરકારી કર્મચારીઓ દ્વારા ગુનાઇત વિશ્વાસઘાત) અને ભ્રષ્ટાચાર અધિનિયમની જોગવાઇઓ હેઠળ સજાનું એલાન કરશે.

You might also like