વકીલને ડ્રગ્સનાં કેસમાં ફસાવવા મામલે સંજીવ ભટ્ટ સહિત 7ની અટકાયત

અમદાવાદઃ વર્ષ ૧૯૯૬માં રાજસ્થાનનાં એક વકીલને ડ્રગ્સના કેસમાં ખોટી રીતે ફસાવવાના આરોપસર સીઆઇડી ક્રાઇમની સ્પેશિયલ ઇન્વે‌િસ્ટગેશન ટીમે બનાસકાંઠાના તત્કાલીન એસપી અને બરતરફ કરાયેલા આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટ, નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર, નિવૃત્ત પીએસઆઇ સહિત સાત લોકોની અટકાયત કરી છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા સીઆઇડી ક્રાઇમની સ્પેશિયલ ઇન્વે‌િસ્ટગેશન ટીમને ત્રણ મહિનામાં તપાસ પૂરી કરી દેવા માટે આદેશ આપવામાં આવ્યો હતો.

રાજસ્થાનના પાલી જિલ્લાના રહેવાસી વકીલ સુમેરસિંહ રાજપુરોહિતની વર્ષ ૧૯૯૬માં પાલનપુરની એક હોટલમાંથી એક કિલો અફીણ સાથે બનાસકાંઠા પોલીસે ધરપકડ કરી હતી. નાર્કોટિક્સના આ કેસમાં વકીલ સુમેરસિંહને ખોટી રીતે ફસાવવા માટે હાઇકોર્ટના તત્કાલીન જજ આર.આર.જૈનના ઇશારે બનાસકાંઠાના તત્કાલીન એસપી સંજીવ ભટ્ટે પ્લાન ઘડ્યો હોવાનો આક્ષેપ કરતી ફરિયાદ ઘટનાના પાંચ મહિના બાદ કરવામાં આવી હતી, જે મુજબ પાલીમાં જજ આર.આર. જૈનની બહેનની દુકાન હતી, જેમાં સુમેરસિંહનો કબજો હતો.

દુકાનનો કબજો ખાલી કરાવવા માટે સુમેરસિંહનું બનાસકાંઠા પોલીસ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું અને તેમના વિરુદ્ધમાં નાર્કોટિક્સની ખોટી ફરિયાદ કરવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. રાજસ્થાન પોલીસમાં કરેલી ફરિયાદનો મામલો હાલ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે બનાસકાંઠામાં થયેલી ફરિયાદમાં હાઇકોર્ટ જજ જે.બી.પારડીવાલાએ સીઆઇડી ક્રાઇમની સ્પેશિયલ ઇન્વે‌િસ્ટગેશનની ટીમને તપાસ કરવાના આદેશ ત્રણેક મહિના પહેલાં આપ્યા હતાં.

હાઈકોર્ટના જસ્ટિસ જે.બી.પારડીવાલાએ તપાસના આદેશ આપતી વખતે આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું હતું કે ૧૯૯૬માં નોંધાયેલી ફરિયાદ પર બે દશકા સુધી કોઈ તપાસ કરવામાં આવી નથી. જ્યારે તેની સાથે જોડાયેલા રાજસ્થાનના એક કેસની તપાસ પૂર્ણ થઈ ચૂકી છે. આ કેસમાં હાઈકોર્ટના પૂર્વ જજ આર.આર.જૈન, સસ્પેન્ડેડ આઈપીએસ ઓફિસર સંજીવ ભટ્ટ અને બનાસકાંઠા પોલીસ પર આરોપ છે.

સીઆઇડી ક્રાઇમે તપાસ કરતાં ગઇ કાલે મોડી રાતથી વહેલી સવાર સુધીમાં કુલ સાત લોકોની અટકાયત કરી છે. સીઆઇડી ક્રાઇમે સવારે બરતરફ કરાયેલા આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટ, પીઆઇ વ્યાસ, પીએસઆઇ સહિત સાત લોકોની અટકાયત કરી છે. આ મામલે સીઆઈડી ક્રાઈમના વડા આશિષ ભાટિયાએ જણાવ્યું છે કે વકીલને ડ્રગ્સ કેસમાં ફસાવી દેવાના મામલે સંજીવ ભટ્ટ સહિત સાત લોકોની અટકાયત કરવામાં આવી છે. તમામની પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે સંજીવ ભટ્ટે ભાજપ સરકાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધમાં બાંયો ચઢાવી હતી. થોડાક દિવસ પહેલાં સંજીવ ભટ્ટે અમદાવાદના ડ્રાઈવ-ઇન રોડ ઉપર આવેલા પોતાના ઘરમાં ગેરકાયદે બાંધકામ કર્યું હતું, જેમાં તેઓ વિવાદમાં આવ્યા હતા. જ્યારે સંજીવ ભટ્ટ ગુજરાતનાં તોફાનો અંગે તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી પર ગંભીર આરોપો લગાવતાં ચર્ચામાં આવ્યા હતા અને ત્યાર બાદ તેમને ફરજમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અગાઉ બોગસ એફિડેવિટ કરવા બદલ ઘાટલોડિયા પોલીસે ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલની સંજીવ ભટ્ટે મુલાકાત લીધી હતી.

Dhruv Brahmbhatt

Recent Posts

ચીનને પણ સબક શીખવવાનો સમય પાકી ગયો છે

ચીને ભારતીય હિત અને આંતરરાષ્ટ્રીય જનમતની વિરુદ્ધ જઇને પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહંમદના સૂત્રધાર મસૂદ અઝહરને ચોથી વખત બચાવીને પુરવાર…

1 day ago

હિંદી સિનેમાનો 106 વર્ષનો ઈતિહાસ બરબાદ થયોઃ 31 હજાર ફિલ્મની ઓરિજિનલ રીલ નષ્ટ થઈ

(એજન્સી)મુંબઇ: નેશનલ ફિલ્મ આર્કાઇવ્ઝ ઓફ ઇન્ડિયા (એનએફએઆઇ)ને લઇને કેગે એક રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટ મુજબ એનએફએઆઇએ લગભગ ૩૧…

1 day ago

ડાકોરમાં શ્રદ્વાળુઓનાં ઘોડાપૂર ઊમટયાંઃ કાલે ફૂલડોલ સહિત વિવિધ કાર્યક્રમો

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: યાત્રાધામ ડાકોર રણછોડરાય મંદિરમાં આજે ફાગણ સુદ પૂર્ણિમા નિમિતે દર્શનાર્થીઓનું ઘોડાપુર ઊમટયાં છે પૂર્ણિમા પ્રસંગે વહેલી સવારે…

1 day ago

બાળકોને હિંદી-અંગ્રેજી શીખવવા માટે ગૂગલે લોન્ચ કરી બોલો એપ

(એજન્સી)નવી દિલ્હી: ગૂગલે થોડા દિવસ પહેલાં નવી એપ બોલો લોન્ચ કરી છે. આ એપ પ્રાથમિક વિદ્યાલયોનાં બાળકોને હિંદી અને અંગ્રેજી…

1 day ago

એર સ્પેસ બંધ હોવાથી ભારતે જુનિયર ડેવિસ કપ અને ફેડ કપની યજમાની ગુમાવી

(એજન્સી) નવી દિલ્હી: બાલાકોટ હવાઈ હુમલા બાદ પાકિસ્તાનનો એર સ્પેસ બંધ હોવાના કારણે ભારતે જુનિયર ડેવિસ કપ અને ફેડ કપ…

1 day ago

હવે ટ્રેન મોડી પડશે નહીંઃ રેલવેએ લીધેલો મોટો નિર્ણય

(એજન્સી)નવી દિલ્હી: હવે ટૂંક સમયમાં રેલવેમાં પ્રવાસ કરતા યાત્રીઓને ટ્રેન મોડી પડવાની મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. તેનું કારણ એ…

1 day ago