આ મહાનફુટબોલરે 33 વર્ષ નાની યુવતી સાથે કર્યા લગ્ન

રિયો ડી જાનેરિયો : દુનિયાનાં મહાનફુટબોલર્સમાં જેની ગણત્રી થાય છે તેવા પેલેએ ત્રીજા લગ્ન કર્યા છે. પેલેની ઉંમર 75 વર્ષ છે અને તેણે જેની સાથે લગ્ન કર્યા છે તે મહિલા તેનાં કરતા 33 વર્ષ નાની છે. પેલેએ 42 વર્ષીય માર્સિયા ચેબેલ સાથે 6 વર્ષ ડેટિંગ કર્યા બાદ સાઓ પાઉલોમાં લગ્ન કરી લીધા હતા. આ બંન્નેની મુલાકાત 1980માં એક કાર્યક્રમ દરમિયાન ન્યૂયોર્કમાં થઇ હતી. જો કે બંન્ને વચ્ચે ડેટિંગની શરૂઆત 2010માં થઇ હતી.

મર્સિયા બિઝનેસ કરે છે અને મુળ જાપાનની છે પરંતુ બ્રાઝીલમાં જ સ્થાયી થઇ છે. માર્સિયાએ પહેલા પેલેનાં લગ્ન રોસમેરી ચોબલી અને એસિરિયા સાથે લગ્ન થઇ ચુક્યા છે. 1966માં તેણે રોસમેરી જ્યારે 1994માં તેણે એસિરિયા નીસીલેટો સાથે લગ્ન કર્યા હતા. પેલેને પહેલી પત્ની થકી ત્રણ જ્યારે બીજી પત્ની થકી બે બાળકો છે.

પેલે બ્રાઝીલનાં લેજેન્ડ ફુટબોલર છે. બ્રાઝીલે ત્રણ ફુટબોલ વર્લ્ડકપ જીત્યો જે ત્રણેય વખત પેલે ટીમનો મહત્વો હિસ્સો હતો. તેણે બ્રાઝીલ તરફથી કુલ 91 મેચ રમી અને 91 ગોલ કર્યા. પેલેએ પોતાનાં કેરિયર દરમિયાન 1363 મેચોમાં 1281 ગોલ કર્યા છે. જે એક વર્લ્ડ રેકોર્ડ છે અને અત્યાર સુધી તેની આસપાસ પણ કોઇ નથી પહોંચી શક્યું.

You might also like