ઓપરેશન લાદેન બાદ CIA ઇન્ચાર્જને આપવામાં આવ્યું હતું ઝેર

વોશિંગ્ટન : એક મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાનમાં ઓસામા બિન લાદેનને ઠાર માર્યા બાદ ઓપરેશન ઇન્ચાર્જ માર્ક કાલ્ટનને પાકિસ્તાનની જાસુસી સંસ્થા ISI દ્વારા ઝેર આપવામાં આવ્યું હતું. જેનાં પગલે તેની તબિયત લથડી હતી અને તે અમેરિકા પરત ફર્યા હતા. વોશિંગ્ટન પોસ્ટે ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટિંગમાં દાવો કર્યો છે કે ઓસામાં ઓપરેશન બાદ ISIએ કાલ્ટનને ઝેર આપ્યું હતું.

તબીયત ખરાબ થયા બાદ કાલ્ટન ઓસામાં ઓપરેશનનાં બે મહિના બાદ પાકિસ્તાન છોડી અમેરિકા જતા રહ્યા હતા. અમેરિકામાં પેટની સર્જરી બાદ તેની હેલ્થમાં સુધારો થયો હતો. યુએસ એજન્સીએ પાકિસ્તાનની જાસુસી એજન્સી અંગે શંકા વ્યક્ત કરી છે. જો કે અમેરિકામાં પાકિસ્તાન એમ્બેસીનાં સ્પોક્સપર્સને સમગ્ર રિપોર્ટને ફિક્શન ગણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અલકાયદા અધ્યક્ષ લાદેનને 2 મે 2011 નેવી સીલ કમાન્ડોએ એબટાબાદમાં ઠાર માર્યો હતો.

પોસ્ટમાં જણાવ્યા પ્રમાણે સીઆઇએમાંથી રિટાયર્ડ થયેલા કાલ્ટન અનેકવાર ફોન પર આ અંગે ઇન્ટરવ્યું આપી ચુક્યા છે. તેઓએ જણાવ્યું કે તેની તબિયત અચાનક કઇ રીતે ખરાબ થઇ તે હજી સુધી ક્લિયર નથી થયું. કાલ્ટનનું કહેવું છે કે મારા સહિત ઘણા લોકોનું માનવું છે કે મને ઝેર આપવામાં આવ્યું હતું. પેપરમાં જણાવ્યા અનુસાર ઝેર આપવાની વાત ખોટી છે તો સીઆઇએ અને આઇએસઆઇ માટે વધારે ખરાબ વાત છે. જેનાં પરથી સાબિત થાય છે કે બંન્ને એજન્સી એકબીજા પર વિશ્વાસ કરતી નહોતી.

You might also like