પહેલાના જમાનામાં એક જગ્યાએ બેસીને પલાઠી વાળીને શાંતિથી જમવામાં અાવતું હતું. લોકો એકએક કોળિયો ચાવી ચાવીને ગળે ઉતારતા હતા. પરંતુ અાજકાલ વ્યસ્થ કાર્યશૈલીની વચ્ચે ખાવાનું કામ પણ જેમ તેમ પતાવી દેવામાં અાવે છે. ટીવી પર સમાચાર, પ્રોગ્રામ, મેચ, સિલિયર કે ફિલ્મ જોતા જોતા ખાવાનું સામાન્ય બની ગયું છે. અાજના યંગસ્ટર અને બાળકો તો પળી હાથમાં મોબાઈલ લઈને ગેમ રમતા રમતા પણ ખાઈ લેતા હોય છે. જમતી વખતે વાતો કરવી, ટીવી જોવુ, ફોનમાં ગેમ રમવી જેવી બાબતો લાંબાગાળે સ્વાસ્થ્ય માટે હાનિકારક બને છે. અમેરિકાની ઈલિનોઈ યુનિવર્સિટીના રિસર્ચરોનું કહેવું છે કે બેધ્યાનપણે જમવાથી તેનો સંતોષ ઘટતો જાય છે. તેની ક્વોન્ટીટી વધે છે પરંતુ જમવાના પુરા લાભ મળતા નથી.