પેઈનકિલર છોડો, યોગ, તાઈ-ચી અને એક્યુપંક્ચર કરો

બેકપેઈન, નેકપેઈન, માઈગ્રેન, ઓસ્ટિઓઅાર્થાઈટિસ જેવા રોગોમાં દુઃખાવો સમાવવા માટે પેઈનકીલર લીધા સિવાય છૂટકો નથી એવું માનનારા લોકોની સંખ્યા મોટી છે. પરંતુ અમેરિકાના સંશોધકોનું કહેવું છે કે અા રોગોમાં યોગાશન, તાઈ-ચી અને એક્યુપંક્ચર તેમજ મસાજ અને રિલેક્સેશન થેરેપી ખૂબ જ અસરકારક છે. અત્યાર સુધી અા વૈકલ્પિક પદ્ધતિઓની અસરકારક્તા સાબિત થઈ ન હતી, પરંતુ અમેરિકાના રિસર્ચરોએ પાંચ અલગ અલગ પ્રકારના દુઃખાવાના પેઈનકીલરના બદલે વૈકલ્પિક પદ્ધતિઓની અસરકારક્તાની ક્લિનિકલ ટ્રાયલ્સ કરીને નોંધ્યું કે અા વૈકલ્પિક પદ્ધતિઓ ખરેખર અસરકારક છે. પેઈનકીલરની સરકામણીએ અાવી પદ્ધતિઓ લાંબાગાળે વધુ અસરકારક સાબિત થાય છે અને તેની અાડઅસર પણ થતી નથી.

You might also like