ગોરેગાંવના ગોકુળધામ પાસે જંગલમાં આગઃ જહેમત બાદ કાબૂ મેળવાયો

નવી દિલ્હી: મુંબઈમાં ગોરેગાંવ પાસે ગોકુળધામથી વિપરીત વનક્ષેત્રમાં ગઈ કાલે સાંજે ભીષણ આગ લાગી. આગ લાગવાના કારણોની હજુ સુધી જાણ થઈ નથી. આગને બુઝાવવા માટે ફાયરકર્મીઓ દ્વારા કેટલાય કલાકો ઓપરેશન ચલાવવું પડ્યું હતું. કેટલાય કલાકનો જહેમત બાદ આજે સવારે આગ પર કાબૂ મેળવાયો. આ આગ ગોરેગાંવમાં આઈટી પાર્ક પાસે લાગી હતી.

આ આગ લગભગ ચાર કિ.મી.ના વિસ્તારમાં ફેલાઈ ચૂકી હતી. તેના કારણે તે વિસ્તારમાં રહેનારા રહેવાસીઓ પર ખતરો ઊભો થયો હતો, જોકે હજુ સુધી જાનહાનિના કોઈ સમાચાર આવ્યા નથી.

ફાયર વિભાગે સાંજના સમયે લગભગ ૬.૩૦ વાગ્યે આગ લાગવાની સૂચના મળતા ઘટનાસ્થળ પર ફાયર ફાઈટિંગ ઓપરેશન શરૂ કર્યું. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની ૧૦ ગાડીઓ અને સાત જમ્બો ટેન્કર્સ લગાવાયા.

You might also like