ફોરેસ્ટર અને ફોરેસ્ટ ગાર્ડ માટે પડી છે Vacancy, જલ્દી કરો Apply

તમિલનાડુ ફોરેસ્ટ યૂનિફોર્મ્ડ સર્વિસેઝ રિક્રુટમેન્ટ કમિટમેન્ટ દ્વારા ઘણી બધી જગ્યાઓ માટે અરજી મંગાવામાં આવી રહી છે. આ જગ્યામાં ફોરેસ્ટ અને ફોરેસ્ટ ગાર્ડની જગ્યા સામેલ છે. આ ભરતીના માધ્યમથી 1178 ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. જો તમે પણ આ જગ્યા માટે અરજી કરવા ઇચ્છો છો તો આધિકારીક વેબસાઇટ પર જઇ એપ્લાય કરો.

ફોરેસ્ટ પદ માટે 300 ઉમેદવારની પસંદગી કરવામાં આવશે જેનો પે-સ્કેલ 35,900-1,13,500 રૂપિયા રહેશે. આ જગ્યા માટે સાયન્સ અથવા એન્જિનયરિંગમાં ડિગ્રી પ્રાપ્ત કરેલ ઉમેદવાર અરજી કરી શકશે. જ્યારે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18 થી 30 વર્ષની વચ્ચેની હોવી જરૂરી છે.

અરજી કરવા માટે અનામત વર્ગના ઉમેદવાર સિવાયના અન્ય ઉમેદવારે 250 રૂપિયાની ફી ચૂકવવાની રહેશે. આ ફી નેટ બેન્કિંગના માધ્યમથી જમા કરાવાની રહેશે. અરજી કરવાની અંતિમ તારીખ 7 નવેમ્બર 2018 છે. ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા તેમજ ફિજિકલ ટેસ્ટના આધારે કરવામાં આવશે.

ફોરેસ્ટ ગાર્ડ ભરતી માટે 878 ઉમેદવારની પસંદગી કરવામાં આવશે અને તેનો પે-સ્કેલ 18,200થી 57,900 રૂપિયા હશે. આ પદ પર અરજી કરનાર ઉમેદવાર ફિજિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, જૂલોજી વગેરે સાથે 12 ધોરણ પાસ કરેલ હોવો જોઇએ. આ જગ્યા માટે 18 થી 30 વર્ષના ઉમેદવાર અરજી કરી શકશે.

You might also like