જશાધાર ગીર વન વિભાગના ક્વાર્ટર્સમાં બીટ ગાર્ડે સર્વિસ બંદૂકથી આપઘાત કર્યો

અમદાવાદ: ગીરગઢડા તાલુકાનાં જશાધાર (ગીર) મુકામે ગીરપૂર્વ વન ખાતાની આર.એફ.ઓ.ની કચેરીમાં આવેલ સ્ટાફ કવાર્ટર્સમાં સવારે બીટગાર્ડ તરીકે ફરજ બજાવતો સંજય તળશીભાઇ બેલડિયા (ઉં.વ.૩૦ રહે. પાડિયાપડવા તા. ઘોઘા મુ. ભાવનગરવાળા)એ તેમની પાસે રહેલ બાર બોરની બંદૂકથી તેમના ક્વાર્ટર્સમાં બંદૂકથી ધડાકો કરી આત્મહત્યા કરી લેતાં ઢળી પડ્યો હતો. આ અંગે આર.એફ.ઓ. જે. જી. પંડ્યાએ ગીરગઢડા પોલીસને જાણ કરતાં પીએસઆઇ વાળા ઘટના સ્થળે પહોંચી સંજયભાઇનો મૃતદેહ લઇ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે, અને હાલ પોલીસે સંજયે અગમ્ય કારણસર આત્મહત્યાની નોંધ કરી તપાસ શરૂ કરી છે.

મરણ જનારે ૧૪ પાનાંની સ્યૂસાઇડ નોટ લખી છે. જેમાં એક માસ પહેલાં ૨૭-૧૨નાં ઊનાનાં ફ્રૂટનાં વહેપારી અશ્વિન બિજલભાઇ વાજા ઉં.વ. ૨૬વાળાની હત્યાનાં બનાવમાં પોલીસે તેમને શકદાર તરીકે પૂછપરછ કરતી હોઇ પોલીસનાં ત્રાસને કારણે તેમણે આ પગલું ભર્યું છે. તેમજ અન્ય પછી ઘણા કારણો દર્શાવ્યા છે.

આ અંગે ઊનાનાં પોલીસ અધિકારી રાઠોડે મિડિયાને જણાવેલ કે ગત ૧૭-૧૨ના જ્યારે કોળી અશ્વિન બિજલ વાજાની હત્યા થઇ હતી ત્યારે સંજય તળશીભાઇ વન બીટગાર્ડનાં મોબાઇલનું લોકેશન ઊના મળતું હતું. તેથી શકદાર તરીકે તેમની જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ પૂછપરછ કરી રહી છે. તેમજ તપાસ દરમ્યાન અશ્વિન વાજાની પત્ની મનિષાબેન ઉ.વ. ૨૩ વાળી મહિમા સાથે લગ્ન પહેલાં મિત્રતાના સંબંધ હતાં અને લગ્ન બાદ પણ સંબંધ ચાલુ રહ્યા હતાં તેમ પોલીસ જણાવી રહી છે. તેમજ આજે જંગલ ખાતાનાં વડા સાથે ઊના પોલીસ સ્ટેશને તપાસનીશ અધિકારી પાસે સંજયને સવારે ૧૧.૦૦ કલાકે પૂછપરછ કરવા બોલાવ્યો હતો ત્યાંજ તે આત્મહત્યા કરી લેતા હત્યાનો કેસ વધુ ગૂંચવાઇ રહ્યો છે.

આમ આ બનાવનાં પ્રકરણમાં પ્રથમ કોળી યુવાન અશ્વિનભાઇ બિજલભાઇ હત્યાનું ૨૭-૧૨નાં ખૂન ૦૦૦ અશ્વિનની પત્ની મનીષા બેને ચીખલ કુળા ગામે ૨૬-૧નાં આત્મહત્યા કરી લીધી. તેમનાં પેટમાં ૭ માસનો ગર્ભ હતો તે બાળક પણ મૃત્યુ પામ્યું હતું. તેમજ આજે બીટગાર્ડ વન કર્મચારી સંજય બેલડિયાની આત્મહત્યા કરી લેતાં આ પ્રકરણમાં ચાર જીવ હોમાયા છે. વેરાવળનાં ડીવાયએસપી, ક્રાઇમ બ્રાન્ચ, ગીરગઢડા પોલીસનાં પીએસઆઇ વાળા પણ જશાધાર પહોંચી જઇ વધુ તપાસ કરી રહ્યા છે.

You might also like