જંગલમાંથી મળેલા અવશેષો શીના બોરાનાં જ હતા : ફોરેન્સીક રિપોર્ટ

નવી દિલ્હી : બહુચર્ચિત શિનાબોરા મર્ડર કેસમાં સીબીઆઇને વધારે એક મહત્વની સફળતા મળી છે. ઓગષ્ટ 2012માં રાયગઢનાં જંગલોમાંથી મળેલી લાશનાં અવશેષોની તપાસ બાદ તે બાબત કન્ફર્ન થઇ ચુકી છે કે લાશ શીનાની જ હતી. ઉલ્લેખનીય છે કે 24 વર્ષીય શીના બોરાની હત્યા 2012માં કરવામાં આવી હતી. જેની લાશને રાયગઢનાં જંગલોમાં ઠેકાણે પાડી દેવામાં આવી હતી. શીનાની હત્યાનાં આરોપમાં તેની માં ઇન્દ્રાણી મુખર્જી, સાવકા પિતા સંજીવ ખન્ના અને ઇન્દ્રાણીનાં ડ્રાઇવર શ્યામવરનો પણ સમાવેશ થાય છે.
એમ્સની એક ટીમે અવશેષોનો ફોરેન્સીક ટેસ્ટ કર્યો હતો અને તેનાં રિપોર્ટ મુદ્દે તપાસ કરી રહેલ સીબીઆઇની ટીમને સોંપી હતી. હવે થોડા જ દિવસોની અંદર સીબીઆઇ ત્રણેય આરોપીઓની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરે તેવી શક્યતા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોડ ઓફ ર્કિમિનલ પ્રોસીઝર હેઠળ કોઇ પણ કેસમાં આરોપીની ધરપકડ કર્યાનાં 90 દિવસની અંદર ચાર્જશીટ દાખલ કરવાની હોય છે નહી તો આરોપીના જામીન મંજુર થઇ શકે છે. આ મુદ્દે ચાર્જશીટ સાઉથ મુંબઇ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં દાખલ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે એપ્રીલ 2012માં કથિત આરોપીઓએ શીનાની હત્યા કરીને લાશને રાયગઢનાં જંગલોમાં ઠેકાણે પાડી દીધી હતી.

You might also like