એરપોર્ટ પર જ વિદેશી પર્યટકોને GSTનું રિફંડ મળશે

મુંબઇ: વિદેશી પર્યટકોને એરપોર્ટ પરથી જ જીએસટનું રિફંડ મળશે. રેવન્યૂ ડિપાર્ટમેન્ટે આ અંગે કવાયત હાથ ધરી છે. રેવન્યૂ ડિપાર્ટમેન્ટ દ્વારા વિદેશી પર્યટક દ્વારા સ્થાનિક બજારના ખરીદી પર ચૂકવવામાં આવેલા ટેક્સનું રિફંડ એરપોર્ટ પરથી જ મળે તે માટે સિસ્ટમ ગોઠવવાની કવાયત હાથ ધરાઇ છે. ડિપાર્ટમેન્ટના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા પ્રમાણે વિદેશી પર્યટકોને માત્ર રિટેલ ટ્રેડર્સ પાસેથી કરવામાં આવેલી ખરીદી પરનું જીએસટી રિફંડ મેળવવાપાત્ર રહેશે, જ્યારે તેઓ દેશ છોડીને જઇ રહ્યા હોય.

રિટેલ ટ્રેડર્સ પાસેથી કરાયેલી ખરીદી પરનું જીએસટી રિફંડ મેળવવાપાત્ર રહેશે
અધિકારીના જણાવ્યા પ્રમાણે રેવન્યૂ ડિપાર્ટમેન્ટે વિદેશી પર્યટકોની મુશ્કેલી હળવી થાય તથા રિફંડ સરળતાથી મળે તે માટે તંત્ર ગોઠવવા ઝડપથી તૈયારી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે જીએસટી કાયદા અંતર્ગત વિદેશી પર્યટકોને જીએસટી રિફંડ આપવાની જોગવાઇ છે, પરંતુ સિસ્ટમના અભાવ વચ્ચે પર્યટકોને રિફંડ મેળવવા માટે મુશ્કેલી પડી રહી છે.

૮ જૂન સુધી ૨૯૦ કરોડના રિફંડની ચુકવણી
સરકાર ૧૪ જૂન સુધી સ્પેશિયલ રિફંડ સપ્તાહની ઉજવણી બે સપ્તાહ માટે કરી રહી છે. ચીફ કસ્ટમ કમિશનર સુનિલકુમાર સાહનીના જણાવ્યા પ્રમાણે ૮ જૂન સુધી રૂ. ૨૯૦ કરોડના રિફંડની ચુકવણી થઇ ચૂકી છે એટલું જ નહીં ૨૬ હજાર કરોડના બિલનું રિફંડ હજુ બાકી છે.

You might also like