વિદેશ ટૂરના ફોટા ફેસબુક પર મૂકતા પહેલા ચેતજો

લુધિયાણા: દેશમાં નિય‌િમત ટેક્સ નહિ ભરનારા અને વારંવાર વિદેશયાત્રાઅે જનારા લોકો સામે આવકવેરા વિભાગ બાજ નજર રાખી રહ્યો છે અને સોશિયલ મીડિયા દ્વારા ટેક્સ ડિફોલ્ટરોને પકડી રહ્યો છે.

આવકવેરા વિભાગ ખાસ કરીને જે લોકો દુબઈના બુર્જ ખલીફા અને ન્યૂયોર્કના જેકેઅેફ અેરપોર્ટ જેવા મોંઘા સ્થળોઅે નવા વર્ષની ઉજવણી કરી પરત આવ્યા છે તેવા લોકો પર આવકવેરા વિભાગના અધિકારીઓ ચાંપતી નજર રાખી રહ્યા છે. આવકવેરા વિભાગના અધિકારીઓ સોશિયલ સાઈટ દ્વારા અેવા લોકોની આેળખ કરવા પ્રયાસો કરી રહ્યા છે, જેઓ નિય‌િમત રીતે ટેકસ ભરતા નથી. લુઈસ વુઈટન બેગ અને મોંઘા ગેઝેટ્સ સાથે વિદેશોમાં લીધેલી સેલ્ફી અને અન્ય તસવીરો શેર કરનારા લોકો પર આવકવેરા વિભાગ ખાસ વોચ રાખી રહ્યો છે. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડના ઉચ્ચ સૂત્રોના જણાવ્યા અનુસાર ટેકસ ડિફોલ્ટરોની જાણકારી માટે સોશિયલ મીડિયા અેક નવું સાધન સાબિત થઈ રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ પ્રકારના લોકો પંજાબના લુધિયાણામાં વધારે છે. આ શહેરમાંથી ૨૦૧૫માં આવકવેરા વિભાગે મોટા પાયે ટેકસની રકમ વસૂલી હતી. શહેરના અેક સીઅેના જણાવ્યા મુજબ બેન્કો સાથેની લેવડદેવડ અને સોશિયલ મીડિયા પર વોચ રાખવાથી ટેકસ ચાેરી કરનારા અને કાળું નાણંુ ધરાવનારાઓને પકડવાનું આસાન બની ગયું છે. તેમણે વધુમાં જણાવ્યું કે યુઝર્સ તરફથી સોશિયલ મીડિયા પર પોસ્ટ થતી વિગતોથી તેઓ અંગે ઘણી માહિતી મળી શકે છે.

ખાસ કરીને મોંઘી ઘડિયાળ અને બેગો સાથે મુકવામાં આવેલી તસવીરો પરથી તે વ્યકિત કેટલી સુખી-સંપન્ન છે તે અંગે માહિતી મળી શકે છે. અને અેવી પણ શકયતા છે કે આવા લાેકો ટેકસની રકમ ભરતા પણ ન હોય. જે લોકો વર્ષમાં બે થી ત્રણ વાર વિદેશયાત્રા કરે છે તેવા લોકો કદાચ તેમણે માિહતી આપી ન હોય.

You might also like