વિદેશી શેરબજારોમાં સુધારાની ચાલ અટકી

અમદાવાદ: અમેરિકી શેરબજારમાં પાછલાં કેટલાંક સેશનમાં તેજીની ચાલ જોવાઇ હતી. ટ્રમ્પ સરકારે ટેક્સ રિફોર્મ અંગેનાે નિર્ણય લેવાયા છતાં અમેરિકી બજાર છેલ્લે ઘટાડે બંધ થયું હતું. નોંધનીય છે કે ડાઉ જોન્સ ઇન્ડેક્સમાં ૨૧ પોઇન્ટ, જ્યારે એસએન્ડપી-૫૦૦ ઇન્ડેક્સમાં એક પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો. ટ્રમ્પ સરકારે કોર્પોરેટ ટેક્સ ૩૫ ટકાથી ઘટાડી ૧૫ ટકા કરવાનો નિર્ણય કર્યો છે તેમ છતાં શેરબજાર ઉપર તેની સકારાત્મક અસર જોવાઇ ન હતી.

દરમિયાન શેરબજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચે જે તંગદિલીભર્યો માહોલ ઊભો થયો છે તેની એશિયાઇ શેરબજાર ઉપર અસર નોંધાઇ છે. આજે મોટા ભાગનાં અેશિયાઇ શેરબજાર રેડ ઝોનમાં ખૂલ્યાં છે. જાપાનનો નિક્કી ઇન્ડેક્સ ૪૭ પોઇન્ટ, જ્યારે શાંઘાઇ શેરબજાર ઇન્ડેક્સમાં ૩૨ પોઇન્ટનો ઘટાડો નોંધાયો છે. હેંગસેંગ અને તાઇવાન શેરબજાર પણ રેડ ઝોનમાં ખૂલ્યું છે.
http://sambhaavnews.com/

You might also like