વિદેશી દારૂના જથ્થા સાથે પાંચ ઝડપાયાઃ મહિલા બુટલેગર ફરાર

અમદાવાદ: ધોલેરા નજીક દેવજીપુરા રોડ પરથી પોલીસે પાંચ વાહનો સાથે લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લઈ પાંચ શખસની ધરપકડ કરી હતી પરંતુ મહેસાણાની મહિલા બુટલેગર તેના એક સાગરીત સાથે નાસી છૂટી હતી. અમદાવાદ ગ્રામ્યના ઉચ્ચ પોલીસ અધિકારીને મળેલી બાતમીના અાધારે પોલીસે ધોલેરા નજીક દેવજીપુરા રોડ પરથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી ત્રણ તવેરા અને બે બોલેરો જીપ ઝડપી લીધી હતી. અા વાહનોની તલાશી લેતાં તેમાંથી રૂ. ૧૬ લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી અાવ્યો હતો. પોલીસે જિતેન્દ્ર રાઠોડ, દિનેશ સોલંકી, વિઠ્ઠલ મકવાણા, મનોજ બિષ્નોઈ અને મિથ્થુન ગોહિલની ધરપકડ કરી હતી જ્યારે મહેસાણાની બુટલેગર મહિલા રીટા મહાદેવલાલ પટેલ અને તેનો સાગરીત પોલીસને થાપ અાપી નાસી છૂટ્યા હતા. પોલીસે અા અંગે ગુનો દાખલ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like