વિદેશી રોકાણકારોએ બે સપ્તાહમાં રૂ. ૩,૮૦૦ કરોડ પાછા ખેંચ્યા

મુંબઇ: વિદેશી રોકાણકારોએ શેરબજારમાં ચાલુ વર્ષના પ્રથમ બે સપ્તાહમાં અત્યાર સુધીમાં રૂ. ૩,૮૦૦ કરોડથી વધુનું રોકાણ પાછું ખેંચ્યું છે. દુનિયાના અન્ય ઊભરતા દેશોનાં શેરબજારોની સરખામણીએ ભારતમાં વૃદ્ધિ ઓછી રહેવાની સંભાવનાઓ વચ્ચે વિદેશી રોકાણકાર પાછલા કેટલાક સમયથી સતત વેચવાલી કરી રહ્યા છે. પાછલાં બે સપ્તાહમાં વિદેશી રોકાણકારોએ ઇક્વિટી બજારમાંથી રૂ. ૩,૮૦૦ કરોડ કરતાં વધુ નાણાં પાછાં ખેંચ્યાં છે. નોંધનીય છે કે આ અગાઉ ઓક્ટોબરથી ડિસેમ્બરના ત્રણ મહિનામાં વિદેશી રોકાણકારોએ શેરબજારમાંથી રૂ. ૩૧ હજાર કરોડથી પણ વધુ નાણાં પાછાં ખેંચ્યાં છે. આમ, પાછલા ચાર મહિનામાં વિદેશી રોકાણકાર સતત વેચવાલી કરી રહ્યા છે.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક તથા સ્થાનિક શેરબજારમાં સકારાત્મક પરિબળના અભાવ વચ્ચે વિદેશી રોકાણકાર સતત વેચવાલી કરી રહ્યા છે. વિદેશી રોકાણકારને અપેક્ષા મુજબનું રિટર્ન મળવાની આશા ઘટી રહી છે અને તેના કારણે વેચવાલી કરી રહ્યા છે.

home

You might also like