વિદેશી રોકાણકારોએ ફેબ્રુઆરીમાં રૂ. ૪,૬૦૦ કરોડ પાછા ખેંચ્યા

મુંબઇ: વિદેશી રોકાણકારોએ જાન્યુઆરી મહિના બાદ સળંગ બીજા ફેબ્રુઆરી મહિનામાં નાણાં પાછાં ખેંચી
રહ્યા છે. ફેબ્રુઆરીમાં એફપીઆઇ-ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સે રૂ. ૪,૬૦૦ કરોડથી વધુ નાણાં પાછાં ખેંચ્યાં છે. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક આર્થિક વિકાસને લઇને વધતી ચિંતા તથા ક્રૂડની કિંમતોમાં જોવાયેલા ભારે ઘટાડાની અસરે વિદેશી રોકાણકારો સ્થાનિક બજારમાંથી રોકાણ પાછું ખેંચી રહ્યા છે.
સેબીના પ્રાપ્ત થયેલા ડેટા મુજબ ફેબ્રુઆરીની ૧૮મી તારીખ સુધી વિદેશી રોકાણારોએ ઇક્વિટી માર્કેટમાં રૂ. ૪,૫૦૩ કરોડની વેચવાલી કરી છે એટલું જ નહીં ડેબ્ટ બજારમાં પણ આ સમયગાળા દરમિયાન રૂ. ૯૬ કરોડની વેચવાલી કરી છે.
બજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે રોકાણકારો ઇક્વિટી બજારમાંથી નાણાં પાછાં ખેંચી બુલિયન બજારમાં આ નાણાંનું રોકાણ કરી રહ્યા છે.

You might also like