એપ્રિલમાં વિદેશી રોકાણકારોનું રૂ. ૧૮,૮૯૦ કરોડનું રોકાણ

મુંબઇ: વિદેશી રોકાણકારો-ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ દ્વારા એપ્રિલ મહિનામાં રૂ. ૧૮,૮૮૯ કરોડ રૂપિયાનું ચોખ્ખું રોકાણ સ્થાનિક બજારમાં કરાયું છે. સળંગ ત્રીજો મહિનો છે કે જેમાં વિદેશી રોકાણકાર દ્વારા રોકાણ સકારાત્મક જોવા મળ્યું છે. વિદેશી રોકાણકાર દ્વારા ડેબ્ટ માર્કેટમાં રોકાણ ઊંચું જોવા મળ્યું છે. નોંધનીય છે કે આ અગાઉ વિદેશી રોકાણકાર દ્વારા ફેબ્રુઆરી મહિનામાં રૂ. ૧૫,૮૬૨ કરોડ, જ્યારે માર્ચ મહિનામાં રૂ. ૫૬,૨૬૦ કરોડ કરાયું છે.

કેન્દ્ર સરકારે બજેટ જાહેર કર્યા બાદ કરેલા આર્થિક સુધારા તથા વિદેશી ફંડોની બેન્કિંગ સહિત વિવિધ સેક્ટરમાં લેવાલી જોવા મળી હતી. મોટા ભાગની વૈશ્વિક એજન્સીઓ દ્વારા દેશના આર્થિક વિકાસમાં સુધારો જોવા મળશે તેવો અંદાજ વ્યક્ત કરાયો છે અને તેના પગલે વિદેશી રોકાણકારો દ્વારા રોકાણો પાછલાં સળંગ ત્રીજા મહિનામાં વધુ જોવા
મળ્યાં છે.

http://sambhaavnews.com

You might also like