ભારતીય Stock Market અને Bond માર્કેટમાં વિદેશી રોકાણકારોનું આકર્ષણ અકબંધ

મુંબઇ: દેશમાં ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ, એફપીઆઇ વધી રહ્યાં છે. સફળતાપૂર્વક જીએસટીની અમલવારી અને સરકારની આર્થિક નીતિના પગલે વિદેશી રોકાણકારોનું આકર્ષણ વધ્યું છે. સેબી પાસે નાણાકીય વર્ષ ર૦૧૭-૧૮માં ૧,૩૦૦ થી વધુ નવા વિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ, એફપીઆઇએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેની સરખામણીએ ર૦૧૬-૧૭માં ૩પ૦૦થી વધુ નવા એફપીઆઇએ સેબીમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

સિક્યોરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા-સેબીના ડેટા અનુસાર માર્ચના અંત સુધીમાં એફપીઆઇની સંખ્યા ૯,૧૩૬ની થઇ ગઇ છે. જે એક વર્ષ પહેલાં ૭,૮૦૭ હતી.

જાણકારોનાં જણાવ્યા મુજબ ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટનું વધવાનું મુખ્ય કારણ રોકાણકારોનું ભારતીય શેરબજાર અને બોન્ડ માર્કેટમાં વધતી રુચિ છે. ભારતીય મૂડીબજારમાં રોકાણકારોનું આકર્ષણ છે અને તેના પગલે એફપીઆઇના રજિસ્ટ્રેશનમાં વધારો નોંધાયો છે.

You might also like