વિદેશી રોકાણકારોએ રૂ. 30 હજાર કરોડનું રોકાણ પાછું ખેંચ્યું

અમદાવાદ: વિદેશી સંસ્થાગત રોકાણકારોએ કેલેન્ડર વર્ષ ૨૦૧૮માં અત્યાર સુધી રૂ. ૩૦ હજાર કરોડ કરતાં પણ વધુ ઇક્વિટી અને બોન્ડ માર્કેટમાંથી રોકાણ પાછું ખેંચી લીધું છે, જે કેલેન્ડર વર્ષ ૨૦૦૧ બાદ આટલાં નાણાં ક્યારેય પાછાં ખેંચ્યાં નથી.

વર્ષ ૨૦૦૮માં લેહમેન બ્રધર્સની ક્રાઇસિસના પગલે વૈશ્વિક મૂડીબજાર ઉપર તેની અસર જોવા મળી હતી. તે સમયે ભારતના બોન્ડ અને ઇક્વિટી બજારમાં વિદેશી રોકાણકારોએ જેટલાં નાણાં પાછાં ખેંચ્યાં હતાં ચાલુ કેલેન્ડર વર્ષમાં વિદેશી રોકાણકારોએ તેના કરતાં પણ વધુ નાણાં પાછાં ખેંચી લીધાં છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે જો આ જ ટ્રેન્ડ ચાલુ રહેશે તો વર્ષ ૨૦૦૧ બાદ બોન્ડ અને ઇક્વિટી માર્કેટમાં સૌથી વધુ ઇન્વેસ્ટમેન્ટ આઉટફ્લો જોવા મળી શકે છે.

એફપીઆઇએ ચાલુ વર્ષે ભારતીય ઇક્વિટી બજારમાંથી ૧૬.૮ કરોડ ડોલરનું રોકાણ પાછું ખેંચી લીધું છે. રૂપિયા સામે ડોલરની મજબૂતાઇના પગલે દુનિયાના કેટલાય ઊભરતા દેશોની કરન્સી ધોવાઇ છે તથા આ દેશોમાંથી રોકાણ વિદેશી રોકાણકારોએ પાછું ખેંચી લીધું છે.

ઇન્ડોનેશિયામાંથી વિદેશી રોકાણકારોએ અત્યાર સુધી ર.૯૨ અબજ ડોલર, ફિલિપાઇન્સમાંથી ૯૬.૬ કરોડ ડોલર, સાઉથ કોરિયામાંથી ૨.૫ અબજ ડોલર અને થાઇલેન્ડમાંથી રૂ. ૪.૧૪ અબજ ડોલર પાછા ખેંચી લીધા છે. વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલી છતાં પણ ચાલુ વર્ષે બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં ૨.૫૫ ટકાનો સુધારો જોવા મળ્યો છે.

જૂન મહિનામાં એફઆઈઆઈની ચાલ
જૂન-૨૦૧૭ રૂ. ૪૦૨૮.૨૩ કરોડ
જૂન-૨૦૧૬ રૂ. ૫૧૭૪.૮૦ કરોડ
જૂન-૨૦૧૫ – રૂ. ૫,૪૮૦.૨૪ કરોડ
જૂન-૨૦૧૪ રૂ. ૧૩,૯૯૦.૮૫ કરોડ
જૂન-૨૦૧૩ – રૂ. ૯,૩૧૮.૭૦ કરોડ
જૂન-૨૦૧૨ રૂ. ૧૩૩.૫૦ કરોડ
જૂન-૨૦૧૧ રૂ. ૩,૧૭૨.૧૦ કરોડ

FIIનું ચાલુ વર્ષમાં ઈક્વિટીમાં રોકાણ
જાન્યુઆરી-૨૦૧૮ રૂ. ૧૪,૦૦૨
ફેબ્રુઆરી-૨૦૧૮ – રૂ. ૧૨,૪૯૧
માર્ચ-૨૦૧૮ રૂ. ૧૩,૩૭૨
એપ્રિલ-૨૦૧૮ – રૂ. ૬,૪૬૭
મે-૨૦૧૮ – રૂ. ૪,૯૭૭
જૂન-૨૦૧૮ રૂ. ૩,૧૦૪
(અત્યાર સુધી) (આંકડા કરોડમાં)

You might also like