વિદેશી સિગારેટની સામે સરકારના ચેતવણી સંદેશા ફેલ

નવી દિલ્હી: સ્વાસ્થ્ય પર તમાકુના વધતા દુષ્પ્રભાવને રોકવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સખત પગલાં ભરી રહી છે. તો બીજી તરફ તસ્કરો વિદેશી સિગારેટ લાવીને સરકારના પ્રયાસોને નિષ્ફળ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. વિદેશી સિગારેટોનાં વેચાણમાં કાયદા-કાનૂન અને સ્વાસ્થ્ય સંબંધિત ચેતવણી સંદેશ અાપવાની અનિવાર્યતાનો ખુલ્લું ઉલ્લંઘન થઈ રહ્યું છે તેથી દિલ્હી સરકારના સ્વાસ્થ્ય વિભાગના રાજ્ય તમાકુ નિયંત્રણ સેલે કસ્ટમ વિભાગ અને દિલ્હી પોલીસને પત્ર લખીને કાર્યવાહી કરવાનું જણાવ્યું છે.

કેન્દ્ર સરકારે તમાકુ ખાતા રોકવા માટે સિગારેટ અને તમાકુનાં ઉત્પાદકોનાં પેકેટ પર ૮૫ ટકા સચિત્ર ચેતવણી સંદેશ છાપવાનું અનિવાર્ય કર્યું છે. ચેતવણી સંદેશ વગર સિગારેટ વેચવી ગેરકાયદે છે. રાજ્ય તમાકુ નિયંત્રણ સેલની ટીમે કાર્યવાહી દરમિયાન અાવી વિદેશી સિગારેટનું વેચાણ થતું હોવાનું જાણ્યું છે. જેની પર ચેતવણી સંદેશ હોતા નથી.
સેલના પ્રભારી ડો. એસ. કે. અરોરાઅે જણાવ્યું કે ચેતવણી વગરના સંદેશવાલી સિગારેટ ચોરી છૂપીથી લાવવામાં અાવી રહી છે.

ચેતવણી સંદેશવાળી સિગારેટ વેચીને લોકોનાં સ્વાસ્થ્ય સાથે રમત રમાઈ રહી છે. સાથે તમાકુ ઉત્પાદકો પર લાગતા ટેક્સની પણ ચોરી થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે સંશોધનોમાં અે વાત સામે અાવી ચૂકી છે કે દેશમાં તમાકુના સેવનથી દર વર્ષે ૧૨.૫૦ લાખ લોકો મોતને ભેટે છે. રોજ ૩૫ તો અને દર કલાકે ૧૩૭ લોકોની મોતનું કારણ તમાકુ બની રહ્યું છે. દેશમાં દર વર્ષે લગભગ ૧૪.૫૦ લાખ લોકો કેન્સરથી પીડિત હોય છે. તેમાં ૪૦ ટકા લોકો તમાકુના ઉપયોગથી કેન્સરગ્રસ્ત હોય છે.
http://sambhaavnews.com/

You might also like