આગામી 4 દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

ગુજરાતઃ રાજ્યનાં 118 તાલુકાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ, મધ્ય અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડી રહ્યો છે. ત્યારે હાલ રાજ્યમાં વરસાદની સ્થિતિને લઈને રાહત કમિશન મનોજ કોઠારીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લાં ત્રણ દિવસમાં સારો એવો વરસાદ પડ્યો છે.

માત્ર આજનાં દિવસમાં જ 118 તાલુકાઓમાં 2થી 4 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જો કે ભારે વરસાદમાં અત્યાર સુધીમાં રાજ્યમાં 19 લોકોનાં મોત થયાં છે. જ્યારે 900થી પણ વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, હવામાન વિભાગે આગામી 4 દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

જેને ધ્યાને રાખતા તમામ કલેક્ટરો સાથે પણ મનોજ કોઠારીએ બેઠક યોજી હતી. આ સાથે જ તમામ અધિકારીઓને હેડ ક્વાર્ટરમાં જ રહેવા સૂચન અપાયું છે. બીજી તરફ આગામી ભારે વરસાદની આગાહીનાં પગલે બચાવ ટીમોને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં NDRFની 4 ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

તો બીજી તરફ ગાંધીનગરમાં 3 અને વડોદરામાં પણ 4 ટીમોને તૈનાત કરાઈ છે. આ તરફ સૌરાષ્ટ્રમાં પણ 2 NDRFની ટીમોને તૈનાત કરવામાં આવી છે. જેથી કરીને કોઈ પણ મુસીબતનો સામનો કરી શકાય.

You might also like