Categories: Business Trending

ખાંડ મોંઘી થશેઃ ઉત્પાદનમાં જંગી કાપનું અનુમાન

નવી દિલ્હી: હવે ખાંડ મોંઘી થઇ શકે છે.  દેશમાં ખાંડની મિલોના સંગઠન ઇન્ડિયન શુગર મિલ્સ એસોસિયેશન (આઇએસએમએ)એ ૨૦૧૮-૧૯ના ચાલુ વર્ષ માટે ખાંડના ઉત્પાદન અનુમાનમાં ૪૦ લાખ ટનનો કાપ મૂક્યો છે. આઇએસએમએ દ્વારા જણાવવામાં આવ્યા મુજબ ૨૦૧૮-૧૯ની સિઝન દરમિયાન દેશમાં ૩૧૫ લાખ ટન ખાંડનું ઉત્પાદન થવાનું અનુમાન છે.

આ અગાઉ જુલાઇમાં એસોસિયેશને જ્યારે અનુમાન જારી કર્યું હતું ત્યારે ૩૫૦-૩૫૫ લાખ ટન ખાંડનું ઉત્પાદન થવાની શક્યતા જાહેર કરી હતી. ગઇ સાલ ૨૦૧૭-૧૮માં દેશમાં ૩૨૨.૫૦ લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું છે.

આઇએસએમએએ જણાવ્યું છે કે ખાંડના સૌથી મોટા ઉત્પાદક રાજ્ય ઉત્તરપ્રદેશમાં આ વર્ષે ૧૨૧ લાખ ટન ખાંડનું ઉત્પાદન થવાનું અનુમાન છે. ગત સિઝન દરમિયાન ઉત્તરપ્રદેશમાં ૧૨૦.૪૫ લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું હતું.

આઇએસએમએના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રમાં આ વર્ષે ૧૧૦થી ૧૧૫ લાખ ટન ખાંડનું ઉત્પાદન થવાની સંભાવના છે. ગઇ સાલ ત્યાં ૧૦૭ લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું હતું. કર્ણાટકમાં પણ ઉત્પાદન અનુમાનને જુલાઇના ૪૪.૮ લાખ ટનથી ઘટાડીને ૪૨ લાખ ટન કર્યું છે.

divyesh

Recent Posts

મસ્તી મસ્તીમાં મિત્રો ઝઘડ્યા એકે બીજાને ચપ્પાના ઘા માર્યા

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરમાં વટવા વિસ્તારમાં આવેલા પુનિતનગર બસ સ્ટેન્ડ પાસે ગઇ કાલે રાતે એક યુવક ઉપર સામાન્ય બાબતે તેના…

1 day ago

આતંક સામે આક્રોશ, શહીદ જવાનોને શ્રદ્ધાંજલિઃ બજારો સ્વયંભૂ બંધ રહ્યાં

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPFના જવાનો ઉપર થયેલા આતંકી હુમલાના ઘેરા પ્રત્યાધાત અમદાવાદ સહિત સમગ્ર દેશમાં પડ્યા છે. આંતકી…

1 day ago

પગાર વધારાની માગણી સાથે શિક્ષણ સહાયકો કાલે સામૂહિક મૂંડન કરાવશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: પગારના મુદ્દે છેલ્લા ઘણા સમયથી લડત ચલાવી રહેલા ગ્રાન્ટેડ શાળાઓમાં ફરજ બજાવી રહેલા શિક્ષણ સહાયકોએ રાજ્ય સરકારને…

1 day ago

750 કરોડની SVP હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ છે પણ શોભાનો

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: વી.એસ. હોસ્પિટલ પરિસરમાં રૂ.૭પ૦ કરોડના ખર્ચે નવનિર્મિત ૧૮ માળની સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલના બારમા માળે સ્વાઇન ફ્લૂનો…

1 day ago

મ્યુનિ. બજેટ બેઠકમાં બબાલઃ માત્ર એક કલાકમાં ચાર બજેટ મંજૂર કરી દેવાયાં

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: આજે મ્યુનિસિપલ મુખ્યાલયમાં આવેલા ગાંધી હોલમાં મળેલી બજેટ બેઠકમાં સવારે ૧૦ વાગ્યે મ્યુનિ. કોર્પોરેશન સલગ્ન ચારેય સંસ્થાનાં…

1 day ago

પુલવામા હુમલો: ૪૦ શહીદને આજે અંતિમ વિદાય અપાશે

(એજન્સી) નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ ૪૦ જવાનના પાર્થિવ દેહ આજે તેમના ઘરે પહોંચી જશે અને તેમને…

1 day ago