ફોર્ડ ઈન્ડિયાએ નવા ફીચર્સ સાથે લોન્ચ કરી ઈકોસ્પોર્ટ, જાણો ફીચર્સ અને કિંમત….

ફોર્ડ ઈન્ડિયાએ ગુરૂવારે પોતાની કોમ્પેક્ટ એસયુવી ઈકોસ્પોર્ટને નવા મોડેલ ઈકોસ્પોર્ટ એસ અને સિગ્નેચર ને લોન્ચ કર્યા છે, જેની એક્સ શોરૂમ દિલ્હીની કિંમત 10.40 લાખ થી 11.89 લાખ રૂપિયાની વચ્ચે છે. ગ્રાહકો દ્વારા સતત સનરૂફની માંગ બાદ કંપનીએ સનરૂફથી લેસ ઈકોસ્પોર્ટ સિગ્નેચર નામના મોડલને લોન્ચ કર્યુ છે.

આ કારના પેટ્રોલ મોડલની કિંમત 10.40 લાખ રૂપિયા તેમજ ડીઝલ મોડલની કિંમત 10.99 લાખ રૂપિયા છે, આ ઉપરાંત કંપનીએ ઈકોસ્પોર્ટ એસને પણ ભારતીય બજારમાં લોન્ચ કર્યુ છે જેના પેટ્રોલ મોડલમાં 1 લીટર તેમજ ડીઝલ મોડેલમાં 1.5 લીટરનું એન્જિન છે.

આ એડિશનમાં કંપનીએ 1.0 લીટરનું ઈકોબુસ્ટ પેટ્રોલ એન્જિન લગાવવ્યુ છે. જે 123 બીએચપી પાવર અને 170 એનએમ પીક ટોર્ક જનરેટ કરે છે, કંપનીએ કારને નવા અંદાજમાં લોન્ચ કરી છે, નવી કરામાં એચઆઈડી હેડલેમ્પ્સ છે જે ફોગલેમ્પ્સની સાથે આવે છે, આ ઉપરાંત કારમાં 17 ઈંચના એલોય વ્હીલ્સ આપ્યા છે.

You might also like