ઓટોમોબાઇલ ક્ષેત્રની દિગ્ગજ કંપની 10 ટકા કર્મચારીઓની છટણી કરશે

વોશિંગ્ટન : વૈશ્વિક અર્થતંત્ર જાણે વૈશ્વિક મહામંદી તરફ જઇ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આઇટી ક્ષેત્રમાં ટ્રમ્પની સંરક્ષણવાદી નીતિ બાદ હાલ મહામંદી જેવો માહોલ સર્જાયો છે. બેંકિંગ સેક્ટરમાં પણ ઓટોમેશનનાં કારણે મહામંદી જોવા મળી રહી છે. તો ટેલિકોમમાં પણ જીયો આવ્યા બાદ મોટી મોટી કંપનીઓનાં મર્જરનાં કારણે અરાજકતાની પરિસ્થિતી પેદા થઇ છે.

એવામાં ફોર્ડ દ્વારા પણ પોતાનાં નફામાં વધારો કરવા અને પડતર કિંમતમાં ઘટાડો કરવા માટે વૈશ્વિક રીતે 10 ટકા કર્મચારીઓની છટણીની જાહેરાત કરી હતી. ઓટોસેક્ટરમાં પણ હવે જાણે વળતા પાણી હોય તેમ ફોર્ડની જાહેરાત બાદ મંદીનાં વાદળો ઘેરાવા લાગ્યા છે. ફોર્ડ પોતાનાં ઉત્તર અમેરિકા અને એશિયાનાં પ્લાન્ટમાંથી મોટા પ્રમાણમાં કર્મચારીની છટણી કરવા માટેની તૈયારીઓ કરી રહ્યું છે.

અમેરિકા મુળની આ ઓટો દિગ્ગજ કંપની પોતાનો 10 ટકા સ્ટાફ છુટા કરે તો તેનાં હાલનાં સ્ટાફ પ્રમાણે આશરે 20 હજાર લોકોની નોકરી પર ખતરો પેદા થઇ શકે છે. જે પૈકી મોટા ભાગનાં કર્મચારીઓ યુનિયન હેઠળ આરક્ષીત નથી. જો કે કંપની દ્વારા હજી સુધી આ અહેવાલ અંગે કોઇ અધિકારીક નિવેદન આપવામાં આવ્યું નથી.

જો કે કંપનીએ જણાવ્યું કે, પડતર કિંમતોમાં ઘટાડો કરવો અને કંપની પરનું ભારણ શક્ય તેટલું ઘટાડવું તે તેની પ્રાથમિકતાઓ પૈકીની એક છે. જો કે હજી સુધી કોઇ જોબ કટની અધિકારીક જાહેરાત કરવામાં આવી નથી. જો કે ગત્ત મહિને ફોર્ડ દ્વારા 3 બિલિયન જેટલો ખર્ચ ઘટાડવા માટેની તૈયારીઓ ચાલુ કરી હોવાનું જણાવાયું હતું.

કંપનીએ જણાવ્યું હતું કે નેક્સ્ટ જનરેશનની ઇલેક્ટ્રીક અને સેલ્ફ ડ્રાઇવિંગ કાર બનાવવાનાં વિવિધ પ્રોજેક્ટ પાછળ મોટો ખર્ચ થઇ રહ્યો છે. આ એક એવું રોકાણ છે. જેમાં હાલ કોઇ વળતર નથી લાંબા ગાળે વળતર મળી શકે છે.

You might also like