પરાણે ધર્માંતરણ અને બીજા ધર્મોના પૂજા સ્થળો પર હૂમલો ઇસ્લામમાં ગુનો : શરીફ

ઇસ્લામાબાદ : પાકિસ્તાનનાં વડાપ્રધાન નવાઝ શરીફે કહ્યું કે પરાણે ધર્માંતરણ અને બીજા ધર્મોનાં પૂજા સ્થળો પર હૂમલો કરવાને ઇસ્લામમાં અપરાધ ગણવામાં આવે છે. શરીફે હોળી પર આયોજીત એક સમારંભ દરમિયાન કહ્યું હતું. તેમણે કહ્યું કે પાકિસ્તાન કોઇ ધર્મની વિરુદ્ધ નથી અને અહીં ધર્મના મુદ્દે કોઇ લડાઇ નથી. પાકિસ્તાનમાં હિંદૂ મંદિરો પર હૂમલો અને હિન્દૂ મહિલાઓનું પરાણે ધર્માંતરણની નવી ઘટનાઓ થઇ રહી છે. એવામાં વડાપ્રધાન શરીફનું આ નિવેદન ખુબ જ મહત્વનું છે.

હોળી પર હિન્દુઓને શુભકામનાઓ આપતા નવાઝે કહ્યું કોણ સ્વર્ગમાં જશે અને કોણ નર્કમાં તે નક્કી કરવું કોઇનું કામ નથી પરંતુ પાકિસ્તાનને ધરતીને જ સ્વર્ગ બનાવવાનું અસલી કામ છે. પાકિસ્તાને લઘુમતીઓને સંદેશ આપતા શરીફે કહ્યું કે ઇશ્લામમાં દરેક વ્યક્તિને મહત્વ આપવામાં આવ્યું છે, પછી તે કોઇ પણ જાતી, સંપ્રદાય અને ધર્મનો હોય. હું તે સ્પષ્ટ કહેવા માંગુ છું કે કોઇનો પરાણે ધર્માંતરણ કરવું તે ગુનો છે અને તે અમારી જવાબદારી છે કે અમે લઘુમતીઓને ધાર્મિક સ્થળોને સુરક્ષા કરીએ.

શરીફને આગળ કહ્યું કે પાકિસ્તાનમાં લડાઇ આતંકવાદીઓ અને એવા લોકોની વચ્ચે છે જે દેશની તરક્કી ઇચ્છે છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં ધર્મના મુદ્દે કોઇ લડાઇ નથી. જો કોઇ લડાઇ છે તો તે આતંકવાદીઓ, ધર્મના નામ પર લોકોને ગુમરાહ કરનારા લોકો, માસૂમ લોકોને મારનારા દેશનાં વિકાસ ન ઇચ્છનારા લોકોની વિરુદ્ધ છે.

You might also like