અક્ષયે કમાણીમાં સલમાનને પાછળ રાખ્યોઃ ફોર્બ્સના લિસ્ટમાં સાતમા ક્રમે

ન્યૂયોર્ક: દુનિયાના સૌથી વધુ કમાણી કરનારા અભિનેતાઓની યાદીમાં અક્ષયકુમારે સલમાન ખાનને પાછળ રાખી દીધો છે.

ફોર્બ્સની વર્લ્ડ હાઇએસ્ટ પેઇડ એક્ટર્સના લિસ્ટમાં અક્ષય રૂ.ર૮૩.પ કરોડ (૪.૦પ કરોડ ડોલર)ની વાર્ષિક કમાણી સાથે સાતમા ક્રમે છે જ્યારે સલમાન ખાન રૂ.ર૬૯.પ કરોડ (૩.૮પ કરોડ ડોલર)ની કમાણી સાથે નવમા ક્રમે છે.

અક્ષય ગઇ સાલ સલમાનથી એક ક્રમ પાછળ હતો. અક્ષયકુમારની ગઇ સાલની કમાણી રૂ.ર૮૭ કરોડ હતી અને તે દસમા ક્રમે હતો.

અક્ષયના રેન્કિંગમાં આ વર્ષે ત્રણ ક્રમનો સુધારો થયો છે જ્યારે સલમાન ખાનની ગઇ સાલ વાર્ષિક આવક રૂ.ર૩૭ કરોડ હતી અને તે નવમા ક્રમે જ હતો. ર૦૧૭ના ફોર્બ્સના લિસ્ટમાં શાહરુખ ખાન રૂ.ર૪૩ કરોડની કમાણી સાથે આઠમા ક્રમે હતો, પરંતુ આ વખતે ટોપ ટેનમાં તેને સ્થાન પ્રાપ્ત થયું નથી.

ગયા મહિને ફોર્બ્સે દુનિયામાં સૌથી વધુ કમાણી કરનાર ટોપ-૧૦૦ એન્ટરટેઇનર્સનું લિસ્ટ જારી કર્યું હતું અને તેમાં પણ અક્ષયકુમાર અને સલમાન ખાનને સ્થાન પ્રાપ્ત થયું હતું.

અક્ષય લિસ્ટમાં ૭૬મા અને સલમાન ૮રમા ક્રમે હતા. બંનેએ કુલ પ૩પ કરોડની આવક કરી હતી. આ યાદીમાં અમેરિકન બોક્સર ફલોઇડ મેવેદર રૂ.૧૯પર કરોડની આવક સાથે પ્રથમ ક્રમે રહ્યો હતો.

અભિનેતા આવક
જ્યોર્જ કલુની ૧૬૭૩
ઇવેન જ્હોન્સન ૮૬૮
રોબર્ટ ડાઉને જુનિયર પ૬૭
ક્રિસ હેમસ્વોર્થ ૪પ૧.પ
જેકી ચેન ૩૧૮.પ
વિલ સ્મીથ ર૯૪
અક્ષયકુમાર ર૮૩.પ
એડમ સેન્ડલર ર૭૬.પ
સલમાન ખાન ર૬૯.પ
ક્રિસ ઇવાન્સ ર૩૮
(રૂપિયા કરોડમાં)
You might also like