મહિલાઓ, દિવ્યાંગો માટે Phdના નિયમમાં છૂટછાટ

નવી દિલ્હીઃ સંશોધન માટે મહિલાઓ અને દિવ્યાંગોને પ્રોત્સાહિત કરવા માટે યૂનિવર્સિટી ગ્રાન્ડ કમિશન(યૂજીસી)એ નિયમોમાં છૂટછાટ આપી છે. હવે પીએચડી માટે સમય મર્યાદા વધારીને 6 વર્ષની જગ્યાએ 8 વર્ષ કરી દેવામાં આવી છે. આ સાથે જ એમફીલ પૂરૂ કરવા માટેની સમયમર્યાદા બે વર્ષથી વધારીને ત્રણ વર્ષ કરી દેવામાં આવી છે. આ સાથે જ વિદ્યાર્થીનીઓને પોતાના એમફીલ કે પીએચડી દરમ્યાન 240 દિવસની મેનટરનિટી, ચાઇલ્ડ કેર હોલ્ડિગ પણ આપવામાં આવશે.

માનવ સંસાધન વિકાસમંત્રી સ્મૃતિ ઇરાનીએ જણાવ્યું છે કે સરકારનું લક્ષ્ય સંશોધનના ક્ષેત્રમાં મહિલાઓ અને દિવ્યાંગોનો પ્રવેશ વધારવા અંગેનો છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે એનસીઆઇઆરટીની પુસ્તકો તેમના મંત્રાલયની ઇ પાઠશાળા પહેલ પર ફ્રીમાં ઉપલબ્ધ છે. સ્કૂલના વિદ્યાર્થીઓને પુસ્તકો ખરીદવા મામલે પડી રહેલી હાલાકીને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. આ સાથે જ યુજીસીએ એ નિર્ણય પણ લીધો છે કે 11 જૂલાઇ 2009 પહેલાં એમફિલ કે પીએચડી માટે રજિસ્ટાર કેન્ડિડેટ જો આસિસ્ટન્ટ પ્રોફેસરના પદ માટે નક્કી કરવામાં આવેલી અન્ય શરતોને પૂરી કરતા હોય તો તેમના માટે તે પદ માટે જરૂરી એવી નેટની પરીક્ષા પાસ કરવી જરૂરી નથી.

યુજીસીના આ નિર્ણયથી અનેક વિદ્યાર્થીઓને તેનો લાભ મળશે. યુજીસી દિશાનિર્દેશન પ્રમાણે કોલેજો અને યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસરના પદ પર આવેદન માટે ન્યૂનતમ પાત્રતા માનદંડમાં નેટ અને પીએચડી કરવું જરૂરી છે. માનવ સંસાધન વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાનીએ જણાવ્યું છે કે આ નિર્ણયથી વિવિધ પદની નિમણૂક માટે મદદ મળી રહેશે.

You might also like