એડલ્ટ સ્ટારના રોલ માટે રિચા ચઢ્ઢા એ કમર કસી

રિચા ચઢ્ઢાની આગામી ફિલ્મ ‘શકિલા’નો ફર્સ્ટ લુક જારી થઇ ગયો છે. સાઉથની જાણીતી એડલ્ટ સ્ટાર શકિલાની બાયોપિકમાં શકિલાનું પાત્ર ભજવી રહેલી રિચાએ પોતાના લુકને તાજેતરમાં શેર કર્યો છે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલી શકિલાની ફિલ્મના લુકમાં રિચા પહેલી વાર કેરળની પારંપરિક સાડી કસવુંપટ્ટુમાં જોવા મળી હતી.

ફિલ્મનું શૂટિંગ શરૂ થઇ ગયું છે. સૂત્રોની વાત માનીએ તો ફિલ્મનું શૂટિંગ કર્ણાટકના એક નાનકડા શહેર તીર્થહલ્લીમાં થઇ રહ્યું છે. ત્યાં યોગ્ય રીતે મોબાઇલ નેટવર્ક આવતું નથી અને વીજળી પણ પૂરતી માત્રામાં હોતી નથી, જોકે રિચાએ આ બધી બાબતને પોઝિટિવ લીધી છે અને પોતાના કામ પર ધ્યાન આપી રહી છે.

આ ફિલ્મમાં રિચા શકિલાની જિંદગીની ઘણી બધી ઘટનાઓને દર્શાવતી જોવા મળશે. એડલ્ટ ફિલ્મો માટે જાણીતી શકિલા પોતાની પહેલી મેઇન સ્ટ્રીમ ફિલ્મ ‘પ્લે ગર્લ્સ’ બાદ રાતોરાત છવાઇ ગઇ હતી. ફિલ્મમાં તે સાઉથની જાણીતી અભિનેત્રી સિલ્ક સ્મિતા સાથે જોવા મળી હતી.

કંઇક હટકે પાત્ર ભજવવા માટે જાણીતી રિચા ચઢ્ઢાએ ‘ફુકરે’થી લઇને ‘મસાન’ સુધી બેસ્ટ પર્ફોર્મન્સ આપ્યું છે. હવે તે ‘શકિલા’ ફિલ્મમાં પણ કંઇક એવું કરવા જઇ રહી છે, જે તેના ફેન્સ માટે એકદમ અલગ હશે. આજે પણ દક્ષિણ ભારતમાં સૌથી લોકપ્રિય નામમાંથી એક શકિલા એ એવી કહાણી છે કે જે દર્શકો માટે ખૂબ જ દિલચસ્પ રહેશે.

સિલ્ક સ્મિતા બાદ તે સ્ટાર બની અને દક્ષિણની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દરેક નિર્માતા- નિર્દેશકોનાં ધ્યાન આકર્ષવાના કારણે મલયાલમ સિનેમાની પહેલી ટોચની મહિલા અભિનેત્રી બની ગઇ. તાજેતરમાં રિચા ચઢ્ઢા શકિલાને મળી અને બંનેએ ઘણો બધો સમય સાથે પણ વીતાવ્યો. •

You might also like