આમીરનાં ઘરની બહાર હોબાળો : પોલીસે સુરક્ષા વધારે ચુસ્ત બનાવી

નવી દિલ્હી : આમિરને અસહિષ્ણુતાવાળુ નિવેદન આપ્યા બાદ રાજકીય વાતાવરણ ગરમાઇ ગયું છે. આ મુદ્દે દિલ્હીનાં અશોકનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જ્યારે ભાજપનાં કાર્યકર્તાઓએ આમીરનાં પોસ્ટરો બાળીને વિરોધ કર્યો હતો. ઠેરઠેર કાર્યકરો દ્વારાવિરોધ કરાઇ રહ્યો છે. કાર્યકરોનો રોષ જોતા મુંબઇ પોલીસે આમિરનાં ઘરની સુરક્ષા વધારી દીધી છે.
આમિરનાં ઘરની બહાર હિન્દુસેનાનાં કાર્યકરો દ્વારા પણ હોબાળો કરવામાં આવ્યો હતો. જો કે મુંબઇ પોલીસ દ્વારા તમામની ધરપકડ કરી લેવાઇ છે. હાલ તો આમિરનાં ઘરની સુરક્ષા વધારી દેવાઇ છે. દિલ્હીનાં અશોકનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદીનું કહેવું છેકે આમીરનાં નિવેદનથી દેશની છબી ખરડાઇ છે. આવા નિવેદનથી લોકોની લાગણીને ઠેસ વાગી છે. આમિર વિરુદ્ધ આ ફરિયાદ એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ મેકર દ્વારા કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છેકે આમિર ખાને અસહિષ્ણુતા મુદ્દે જણાવ્યું કે દેશનું વાતાવરણ ખુબ જ ખરાબ છે. મારી પત્નીએ તો દેશ છોડવા સુધીની વાત પણ કરી દીધી છે. આ નિવેદન બાદ ચોતરફ હોબાળો મચી જવા પામ્યો હતો.

You might also like