ભારતમાં પહેલી વાર યોજાશે ‘ઇન્ડિયન ઓપન ઓફ સર્ફિંગ’

મેંગલોરઃ ભારતમાં પહેલી વાર આયોજિત થનારી ‘ઇન્ડિયન ઓપન ઓફ સર્ફિંગ’માં વિશ્વભરમાંથી લગભગ ટોચના ૮૦ સર્ફર ભાગ લેશે. આ ટૂર્નામેન્ટનું આયોજન અહીં આવતી કાલે શુક્રવારે સાસિતિથુલુ બીચ ખાતે થશે. આંતરરાષ્ટ્રીય સર્ફિંગ સંઘ અને ભારતીય સર્ફિંગ મહાસંઘની માન્યતા પ્રાપ્ત ત્રણ દિવસીય ટૂર્નામેન્ટની ઇનામી રકમ છ લાખ રૂપિયા છે અને તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે દક્ષિણ આફ્રિકાનાે ભૂતપૂર્વ ક્રિકેટર જોન્ટી રોડ્સ છે.
આ ટૂર્નામેન્ટમાં પાંચ તબક્કા છે, જેમાં અંડર-૧૬, જુનિયન બોઇઝ (૧૭-૨૨ વર્ષ), સિનિયર મેન (૨૨-૨૮ વર્ષ), માસ્ટર્સ મેન (૨૮ વર્ષથી વધુ) અને મહિલા વર્ગ સામેલ છે. અમેરિકન ઓપન ઓફ સર્ફિંગ અને ઓસ્ટ્રેલિયન ઓપન ઓફ સર્ફિંગથી પ્રેરિત આ ઇન્ડિયન ઓપન ઓફ સર્ફિંગ દેશમાં આવી પહેલી ટૂર્નામેન્ટ છે. રાષ્ટ્રીય સર્ફિંગ ટૂર્નામેન્ટ ઉપરાંત આ ટૂર્નામેન્ટમાં ‘બોડી બોર્ડિંગ’ અને ‘સ્ટેન્ડ-અપ પેડલ રેસ’ સ્પર્ધા સામેલ છે.
આ ઇવેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ક્રિકેટર જોન્ટી રોડ્સે જણાવ્યું કે, ”આ ઇવેન્ટ ભારતમાં એક રમત તરીકે સર્ફિંગના મોટા સ્તર પર વિકાસ માટે બહુ જ જરૂરી છે. હું આ રમતના પ્રચાર માટે ઘણો ઉત્સાહી છું.”

You might also like