રાષ્ટ્રપતિપદના ઉમેદવાર માટે શરદ પવારને શિવસેનાનું સમર્થન

નવી દિલ્હી: NCPના અધ્યક્ષ શરદ પવારે વડા પ્રધાનને અપીલ કરી જણાવ્યું છે કે જો તેઓ વિપક્ષ સાથે ચર્ચા કરે તો રાષ્ટ્રપતિપદ માટેની ચૂંટણી સર્વસંમ‌િતથી થઈ શકે છે ત્યારે બીજી તરફ શિવસેનાએ શરદ પવારને રાષ્ટ્રપતિપદ માટેના ઉમેદવાર બનાવવામાં આવે તો તેને સમર્થન આપશે તેમ જણાવ્યું છે. શિવસેનાએ શરદ પવારને રાષ્ટ્રપતિપદ માટેના ઉમેદવાર તરીકે રજૂ કરી જણાવ્યું હતું કે તેમને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવશે તો શિવસેનાનું તેમને સમર્થન રહેશે. શિવસેનાએ ભાજપે પણ પવારને સમર્થન આપવું જોઈએ તેવી અપીલ કરી છે.
http://sambhaavnews.com/

You might also like