અમેરિકામાં 150 વર્ષથી મંગળવારે જ થાય છે ચૂંટણી, રસપ્રદ છે તેનું કારણ

વિશ્વાસ કરવા મુશ્કેલ ગશે પરંતુ તમને કહેવામાં આવે કે અમેરિકામાં મંગળવારે ચૂંટણી થવા પાછળ ધાર્મિક કારણ છે. પરંતુ એ વાત સાચી છે કે યૂએસ પ્રેસિડેન્શલ ચૂંટણી દર ચાર વર્ષ બાદ નવેમ્બરના પહેલા સોમવાર બાદ આવનારો મંગળવારે જ હોય છે. આવું 19મી સદીથી થતું આવ્યું છે. એની પાછળ રસપ્રદ ધાર્મિક અને સામાજિક કારણ છે.

શા માટે મંગળવાર જ?

પ્રેસિડેન્સલ ચૂંટણી માટે નવેમ્બરના પહેલા સોમવાર બાદ આવનારો મંગળવારને પસંદ કરવાનો નિર્ણય 1845માં લેવામાં આવ્યો હતો. એ સમયે યૂએસ કોંગ્રેસે એને લઇને એક નિયમ પાસ કર્યો હતો. ચૂંટણી માટે નવેમ્બરનો મહિનો ખેડૂતોને ધ્યાનમાં રાખીને પસંદ કરવામાં આવ્યો છે. એની પાછળ ખાસ કારણ હતું.

ગરમીની શરૂઆત અથવા વસંત ઋતુમાં ચૂંટણી રાખવા પર ખેતી પ્રભાવિત થઇ શકતી હતી. મંગળવારનો દિવસ એટલા માટે પસંદ કરવામાં આવ્યો કારણ કે દૂર દૂરના વિસ્તારોમાંથી આવનારા વોટરોનો રવિવારનો દિવસ આવન જાવાનમાં વ્યર્થ થાય નહીં અને રવિવારે તે લોકા ચર્ચ જઇ શકે. એ સમયે અમેરિકાની એક મોટી આઝાદી કૃષી સંબંધી કાર્યો સાથે જોડાયેલી હતી અને વોટ આપવા માટે લાંબુ અંતર કાપીને આવવું પડતું હતું.

આ સફર કેટલીક વખત એક દિવસ કરતાં પણ વધારે થતું હતું, એ સમયે ત્યાંના ખેડૂતો શનિવાર સુધી એમના ખેતરોમાં કામ કરતાં હતા અને રવિવારે સામાન્ય રીતે આરામ કરતાં હતાં. સાથે મોટાભાગે રવિવારે લોકો ચર્ચ જતાં હતા. એવામાં વિકેન્ડ પર ચૂંટણી રાખવા પર ચૂંટણીમાં લોકોની અસર જોવા મળતી હતી. સોમવારના દિવસે ચૂંટણી એટલા માટે પસંદ કરવામાં આવી નહીં કે અવક જવરમાં લોકોનો સમય વ્યય થાય નહીં અને વધારેમાં વધારે લોકો વોટિંગમાં ભાગ લે.

આ રીતે દુનિયાની સૌથી તાકાત વાર ચૂંટણી માટે નવેમ્બરના પહેલા સોમવાર પછી આવનારા મંગળવારનો દિવસ પસંદ કરવામાં આવ્યો છે.

You might also like