નાગાલેન્ડમાં વિકાસ માટે મજબૂત અને સ્થિર સરકારની જરૂરિયાતઃ PM મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરૂવારનાં રોજ નાગાલેન્ડ પહોંચ્યા હતાં અને તેઓએ તુએનસાંગમાં એક જનસભાને સંબોધિત કરી હતી. ભારે ભીડને જોઇને તેઓએ દરેકને ધન્યવાદ આપતાં કહ્યું કે,”સબકા સાથ સબકા વિકાસ મંત્ર સાથે દેશની દરેક જગ્યાને એક સાથે લઇને ચાલવાનો અમારો ઇમાનદાર પ્રયાસ હોય છે ત્યારે તો આટલી બધી સંખ્યામાં આવીને લોકો આશીર્વાદ દેતા હોય છે.

પીએમ મોદીએ ખેડૂતોથી લઇને યુવાઓ અને મહિલાઓ સુધી તમામને ધ્ચાનમાં રાખી પોતાનું ભાષણ સાધવાની કોશિશ કરી. મોદીએ જણાવ્યું કે ઉર્જાવાન યુવા, ક્રિએટીવ મહિલાઓ અને આવિષ્કાર કરવાવાળા ખેડૂતો જ નાગાલેન્ડને ઊંચાઇઓ પર લઇ જશે.

નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભા માટે મતદાન થવા જઇ રહ્યું છે. મોદીએ જણાવ્યું કે પૂર્વોત્તર રાજ્યોને માટે મારો દ્રષ્ટિકોણ પહેલેથી થોડોક અલગ છે. હું આ રાજ્યોને ટ્રાંસફોર્મેશન બાય ટ્રાંસપોર્ટેશનની નજરે જોઉં છું.

નાગાલેન્ડનાં લોકોનાં અધિકારોની રક્ષા કરવી એ અમારી ફરજ છે. અમારી સરકાર નાગાલેન્ડની ભલાઇ માટે ઉઠતા દરેક અવાજનું સમ્માન કરે છે. અમે હંમેશાં વાતચીતનો રસ્તો ખુલ્લો રાખ્યો છે.

પીએમ મોદીએ કહ્યું કે નાગાલેન્ડમાં કનેક્ટિવિટી એક મોટી સમસ્યા છે. આ સમસ્યાને ખતમ કરવા માટે કેન્દ્ર સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. છેલ્લા ચાર વર્ષોમાં નાગાલેન્ડમાં સ્વાસ્થ્ય સેવાઓને વધારે સારી બનાવવા માટે 400 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.

ભારત સરકાર 1800 કરોડ રૂપિયા કોહિમાને સ્માર્ટ સિટી બનાવવા માટે ખર્ચ કરશે. એમણે કહ્યું કે કેન્દ્ર આપનાં રાજ્યનાં વિકાસ માટે જે પણ ફંડ રજૂ કરી રહી છે તે આપ સુધી પહોંચે તેને પણ અમે સુનિશ્ચિત કરીશું. તે જ ટેક્નિકનાં આધારે અમે જનતાનાં પૈસાનું ધ્યાન રાખવાની કોશિશ કરીશું.

મોદીએ જણાવ્યું કે એક વાતની ઘણી આવશ્યકતા છે કે રાજ્યમાં એક મજબૂત અને સ્થિર સરકાર બને કે જે રાજ્યનાં વિકાસ માટે કામ કરે. એમણે જણાવ્યું કે નાગાલેન્ડનાં પ્રતિભાવાન લોકોએ હંમેશા દેશનું માન સન્માન વધાર્યું છે.

You might also like