સ્ત્રીઓ માટે ખાસ,પતિના સૌભાગ્ય માટે કરો આ કામ

પતિ-પત્ની વચ્ચે પ્રેમ જળવાઇ રહે અને તાલમેળ રહે તે ખૂબજ જરૂરી છે. જ્યોતિષની માન્યતા છે કે, પતિ કે પત્ની બંન્નેમાંથી કોઇ એકની કુંડળીમાં પણ ગ્રહ દોષ હોય તો, તેમનું લગ્ન જીવન સફળ નથી થઈ શકતું. ઉજૈનના જ્યોતિષાચાર્ય પં. દયાનંદ શાસ્ત્રીના જણાવી રહ્યા છે, લગ્ન જીવનને સફળ બનાવવા અને પતિનું સૌભાગ્ય વધારવાના કેટલાક ઉપાય.

કુંડળીમાં ગ્રહ દોષના પ્રભાવથી લગ્ન જીવન પર ખરાબ અસર પડે છે. એટલે આ ગ્રહો માટે યોગ્ય ઉપાય કરવા જોઇએ. સાથે-સાથે મા પાર્વતીને રોજ સવારે સિંદૂર ચઢાવવું. માતાને ચઢાવેલ સિંદૂરમાંથી થોડું સ્ત્રીએ પોતાની માંગમાં ભરવું. તેનાથી પતિનું સૌભાગ્ય વધે છે અને મેરિડ લાઇફમાં શાંતિ વધે છે. આ ઉપાય પત્નીએ જ કરવો જોઇએ.

જો કુંડળીમાં પ્રથમ, ચતુર્થ, સપ્તમ, અષ્ટમ, દ્વાદશ ભાવમાં મંગળ હોય તો, વ્યકિત માંગલિક થઇ જાય છે. આવી સ્થિતિમાં મંગળની પૂજા કરવી જોઇએ. મંગળનો મંત્ર ऊँ भौमाय नम: નો જાપ દરરોજ કરવો જોઇએ. જો પતિ અથવા પત્નીમાં કોઇ એકને મંગળ દોષ હોય તો લગ્ન પછી અશાંતિ, વાદ-વિવાદ થવાની સંભાવના વધી જાય છે.

જો સપ્તમ ભાવમાં શનિ સ્થિત છે તો ऊँ शं शनैश्चराय नमः મંત્રનો જાપ 1008 વખત દર શનિવારે કરવો જોઇએ.

રાહુ કે કેતુના કારણે લગ્ન જીવનમાં મુશ્કેલીઓ આવતી હોય તો, રાહુ મંત્ર: ऊँ रां राहवे नमः નો 1008 વાર જાત કરવો જોઇએ. કેતુ માટે ऊँ कें केतवे नमः મંત્રનો 1008 વાર જાપ કરવો જોઇએ. આ મંત્રનો જાપ દર શનિવારે કરવો જોઇએ.

જો કુંડળીના સપ્તમ ભાવમાં સૂર્ય સ્થિત હોય તો પતિ-પત્ની વચ્ચે વાદ-વિવાદ થઈ શકે છે. આ સ્થિતિમાં પતિ-પત્નીએ દર રવિવારે આદિત્ય હ્રદય સ્ત્રોતનો પાઠ કરવો જોઇએ. રવિવારે મીઠા વગરનું ભોજન કરવું જોઇએ. સૂર્યને રોજ જળ ચઢાવવું. જળમાં લાલ ચંદન, લાલ ફૂલ, ચોખા અને મિક્સ કરી ત્રણવાર અર્ધ્ય આપવું.

You might also like