લગ્ન જીવન માટે જરૂરી છે ગાઢ સંબંધ પરંતુ…

નવી દિલ્હી: સામાન્ય ધારણા છે કે સેક્સથી સંબંધ વધારે સારા થાય છે પરંતુ તેનાથી વિરુદ્ધ એક સંશોધન અનુસાર, અઠવાડિયામાં એક વખત સેક્સ સંબંધ બાંધનાર લોકો વધારે ખુશ રહે છે. કેનેડાના ટોરન્ટો મિસીસોગા વિશ્વવિદ્યાલયની એમી મૂજ પ્રમાણે, વધારેમાં વધારે સેક્સને ખુશીથી જોડવામાં આવી છે. પરંતુ અઠવાડિયામાં એક વખત સેક્સ સથી સારું છે.

મૂજ પ્રમાણે, સંશોધનના કારણો જણાવે છે કે તમારા પાર્ટનર સાથે ગાઢ સંબંધ બનાવવા જરૂરી છે પરંતુ તેના માટે સેક્સ કરવાની દરરોજ જરૂર હોતી નથી. જો કે છેલ્લી કેટલીક શોધોમાં એવું જાણવા મળ્યું છે કે વધારે સેક્સથી વધારે ખુશી મળે છે.

રેગ્યુલર સેક્સ દરમિયાન ખબર પડે છે આ Interesting Facts

અમેરિકાના 30,000 નાગરિકો પર ચાર દશક સુધી કરેલી આ શોધમાં પહેલી વખત આ વાત જાણવા મળી છે કે જે દંપતીઓએ અઠવાડિયામાં એકથી વધુ વખત સેક્સ કર્યું છે તેમના મ્યુચ્યુઅલ સંબંધોમાં આની કોઇ અસર જોવા મળી નથી. આ શોધ સોશિયલ સાઇકોલોજિકલ અને પર્સનાલિટી સાયન્સ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે.

મૂજ અનુસાર, આ નિષ્કર્ષ યુવાનો અથવા ઘરડા લોકોના જોડાઓ, નવા નવા પરણેલા ક્યાંતો પછી ઘણા વર્ષો પહેલા લગ્ન થયાં હોય, બધા ઉપર સમાન રૂપથી લાગુ પડે છે.

આ શોધનો હેતુ એવો નથી કે કપલ્સ અઠવાડિયામાં એક વાર સેક્સની સરેરાશ સુધી પહોંચવા માટે ઓછું અથવા વધારે સેક્સ કરવા લાગે પરંતુ તેમના પાર્ટનર સાથે આ સંબંધ માટે વાત જરૂર કરે કે શું તેમની સેક્સ જરૂરિયાતને પૂરી પાડી શકે છે કે નહીં. પોતાના પાર્ટનર સાથે ગાઢ સંબંધ બનાવ જરૂરી છે પરંતુ વધારેમાં વધારે સેક્સ કરવું જરૂરી નથી.

You might also like